Ph.D ફેકલ્ટી ન હોવાથી 16 MCA કોલેજોની GTUએ 50 ટકા બેઠક કાપી


અમદાવાદ, તા. 9 ઓક્ટોબર, 2020, શુક્રવાર

નિયમ મુજબ કોલેજ દીઠ જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા પીએચડી પાસ ફેકલ્ટી ન હોવાથી જીટીયુએ રાજ્યની 16 એમસીએ (માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન )કોલેજોની 50 ટકા બેઠકો કાપી છે.16 કોલેજોની મંજૂર થયેલી 1080 બેઠકોમાંથી 540 બેઠકો યુનિ.દ્વારા હાલ રીડયુસ કરી દેવાઈ છે.

દર વર્ષે પ્રવેશ પ્રક્રિયા પહેલા જીટીયુ દ્વારા રાજ્યની તમામ ટેકનિકલ કોલેજોમાં ઈન્સપેકશન કરાવવામા આવે છે અને તેમના ડોક્યુમેન્ટની પણ ચકાસણી કરવામા આવે છે. જીટીયુ દ્વારા તાજેતરમાં એમસીએની કોલેજોમાં હાથ ધરાયેલ ઈન્સપેકશન અને ડોક્યુમેન્ટ વેરિફેકશન દરમિયાન ઘણી કોલેજોમાં પી.એચડી પાસ ફેકલ્ટી ન હતા અને અન્ય કેટેલીક ગેરરીતિઓ હતી.

કાઉન્સિલના નિયમ મુજબ દરેક એમસીએ કોલેજમાં સ્ટુડન્ટ ફેકલ્ટી રેશિયો પ્રમાણે પીએચડી પાસ થયેલા ફેકલ્ટી હોવા જોઈએ પરંતુ રાજ્યની 16 જેટલી એમસીએ કોલેજોમાં પીએચડી પાસ થયેલા અધ્યાપકો ન હતા.જેથી જીટીયુ દ્વારા પગલા રૂપે 16 કોલેજોની 50 ટકા બેઠકો કાપી નાખવામા આવી છે. એમસીએમાં હાલ 64 કોલેજો છે અને જેમાં 5300થી વધુ બેઠકો  હતી.

યુનિ.દ્વારા નિયમ પ્રમાણે 16 કોલેજોની 50 ટકા બેઠકો કાપતા 540 બેઠકો કપાઈ છે અને જેના લીધે બેઠકો ઘટીને હવે 4813 જેટલી થઈ છે.આ 16 કોલેજોમાં એઆઈસીટીઈ દ્વારા 1080 બેઠકો મંજૂર કરવામા આવી હતી.જેમાંથી 540 બેઠકો કપાઈ છે.ઘણી કોલેજોમાં 120 બેઠકોમાંથી 50 ટકા પ્રમાણે 60 બેઠકો તો કેટલીક કોલેજોમાં 15થી30 બેઠકો કપાઈ છે.

જીટીયુ દ્વારા તમામ કોલેજોને બેઠક કાપવાની નોટિસ અપાયા બાદ કમ્લાઈન્સ રીપોર્ટ કોલેજોએ આપવાનો હોવાથી કેટલીક કોલેજોએ જવાબો પણ રજૂ કર્યા છે.જો યુનિ.ને સંતોષકારક લાગે તો ફરીથી બેઠકો વધારી દેવાશે પરંતુ હાલ તો એસીપીસીમાં પ્રવેશ માટે 540 બેઠકો કપાયા બાદ  4813 બેઠકો જ છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dlmJ4T
via IFTTT

Post a Comment

Previous Post Next Post