
અમદાવાદ, તા. 23 ઓક્ટોબર 2020, શુક્રવાર
કોરોનાને લીધે યુજી ફાઈનલ યરની પરીક્ષાઓમાં વિલંબ થયો છે અને જેને લીધે કેટલીક યુનિ.માં હજુ પણ પરિણામ બાકી છે.જેથી એમબીએ-એમસીએમાં ફરી એકવાર પ્રવેશ કાર્યક્રમ બદલાયો છે.જે મુજબ હવે પ્રોવિઝનલ મેરિટ 26મીમને બદલે 3જી મેના રોજ જાહેર થશે.
એમબીએ-એમસીએમાં બે વાર ઓનલાઈન રજિસ્ટ્રેશન મુદત વધારાઈ હતી,જે 11મી ઓક્ટોબરે પૂર્ણ થઈ ગઈ છે પરંતુ સુધી મોક રાઉન્ડ પણ શરૂ કરી શકાયો નથી કે મેરિટ પણ જાહેર થઈ શક્યુ નથી.કારણકે યુજીના પરિણામો બાકી છે.
ગુજરાત યુનિ.દ્વારા બીકોમ-બીબીએ-બીસીએના પરિણામ જાહેર થઈ ગયા છે પરંતુ વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ સબમિશન માટે સમય આપવો પડે તેમ હોઈ અને સાઉથ ગુજરાત યુનિ.સહિતની કેટલીક યુનિ.માં હજુ યુજીના પરિણામ બાકી છે જેથી પ્રવેશ સમિતિ દ્વારા ફરી એકવાર પ્રવેશ કાર્યક્રમ બદલાયો હતો.
અગાઉ પણ ગત સપ્તાહે પ્રવેશ કાર્યક્રમ બદલાયો હતો અને જે મુજબ 26મીએ મેરિટ જાહેર થનાર હતુ અને 27મીથી મોક રાઉન્ડ હતો પરંતુ હવે 3જી નવેમ્બરે મેરિટ જાહેર થશે અને 4 નવે.થી6ઠ્ઠી નવે.સુધી મોક રાઉન્ડ થશે. જેનું પરિણામ 9મીએ જાહેર થશે.
જ્યારે દિવાળી બાદ 20મી નવેમ્બરથી પ્રથમ રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ શરૂ થશે અને 22મી સુધી ચાલશે.24મીએ પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર કરાશે.સમિતિ દ્વારા નવો પ્રવેશ કાર્યક્રમ વેબસાઈટ પર મુકી દેવાયો છે.જે મુજબ હવે 30 નવે.થી એકેડમિક ટર્મ શરૂ થશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mlY7ft
via IFTTT
Post a Comment