
અમદાવાદ, તા. 30 ઓક્ટોબર, 2020, શુક્રવાર
ધોરણ 10 અને 12 રાજસ્થાનમાંથી ઉત્તીર્ણ કરનારી અને 1997થી ગુજરાતમાં રહેતી એક વિદ્યાર્થિનીને ગુજરાતની મેડિકલ કોલેજોમાં પ્રવેશ પર મનાિ ફરમાવામાં આવતા હાઇકોર્ટમાં રિટ કરવામાં આવી છે. જેમાં કોર્ટની ડિવીઝન બેન્ચે ચુકાદો અનામત રાખ્યો છે.
અરજદાર વિદ્યાર્થિનીની રજૂઆત છે કે તેનો પરિવાર 1997થી વાપીમાં રહે છે અને તેના પિતાના નામે વર્ષ 2003થી અહીં ફ્લેટ પણ છે. અત્યાર સુધીની તેની શૈક્ષણિક કારકિર્દી સારી રહી છે અને મેડિકલની એન્ટ્રાન્સની તૈયારી માટે તે તેણે કોટામાં ધોરણ 10 થી 12નો અભ્યાસ કર્યો છે.
તેણે કોટોમાં માર્ચ-14, 2017ના રોજ ધોરણ 10માં એડમિશન લીધું અને 23 જૂન, 2017ના રોજ ગુજરાત સરકારે નિર્ણય કર્યો કે રાજ્યની મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે ગુજરાતની જ શાળાઓમાંથી ધોરણ 10 અને 12 પાસ કરવા જરૂરી છે. જેથી ગુજરાત બહાર અભ્યાસની શરૂઆત બાદ ગુજરાત સરકારે આ નિર્ણય કર્યો છે. જેથી આ નિર્ણયમાં થોડો ફેરફાર થવો જોઇએ અને તેને મેડિકલમાં પ્રવેશ મળવો જોઇએ.
50 ટકા બેઠકો ખાલી હોવાથી કોલેજો સંચાલકો દ્વારા
ડિપ્લોમા ઈજનેરીમાં ખાલી બેઠકો ભરવાની મુદ્ત વધારવા ઉગ્ર માંગ
નવુ સત્ર 1 ડિસે.થી શરૂ કરવાનું આયોજન છતાં માત્ર પાંચ નવે.સુધી બેઠકો ભરવાની મુદ્દત અપાતા રોષ
અમદાવાદ, તા. 30 ઓક્ટોબર, 2020, શુક્રવાર
ડિપ્લોમા ઈજનેરીમાં બે રાઉન્ડ બાદ હવે ત્રીજો રાઉન્ડ માત્ર સરકારી અને ગ્રાન્ટેડ કોલેજો માટે જ કરવામા આવનાર છે ત્યારે ખાનગી કોલેજોને તેમની ખાલી બેઠકો 5મી સુધી ભરી દેવા સૂચના અપાઈ છે.જેને લઈને કોલેજ સંચાલકોમાં રોષ ફેલાયો છે અને સંચાલકોએ મુદત વધારવા માંગ કરી છે.
કોલેજ સંચાલકોની ફરિયાદ છે કે હાલ ડિપ્લોમા ઈજનેરીમાં બે રાઉન્ડ બાદ પણ 50 ટકા જેટલી બેઠકો ખાલી છે તેમ છતાં સરકાર દ્વારા સમિતિને અપાયેલી સૂચનાને આધારે પ્રવેશ સમિતિએ બેઠકો ભરવા માટે 2થી5 નવે.સુધીના ચાર જ દિવસ આપ્યા છે.
સમિતિ દ્વારા તમામ કોલેજોને ઈમેઈલ કરીને વેકેન્ટ ક્વોટાની બેઠકો ભરવા માટે 1લી સુધીમાં જાહેરાત આપી 5મી સુધીમાં બેઠકો ભરી દેવા અને 6ઠ્ઠી નવેમ્બરે આપેલ પ્રવેશની વિદ્યાર્થી યાદી સાથેની ફાઈલ સબમીટ કરી દેવા સૂચના અપાઈ છે. કાઉન્સિલે એકેડેમિક કેલેન્ડર સુધારી નવુ સત્ર 1 ડિસે.થી શરૂ કરવા મુદત આપી છે ત્યારે ખાનગી કોલેજોને ખાલી બેઠકો ભરવા માટે વધુ દિવસ આપવામા આવે.જો મુદત નહી વધારાય તો કોર્ટમાં જવાની પણ ચીમકી આપી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mC31oN
via IFTTT
Post a Comment