દેશમાં સુશાસનમાં કેરળ, ગોવા શ્રેષ્ઠ : ઉત્તર પ્રદેશ, બિહાર તળીયે


(પીટીઆઈ) બેંગ્લુરૂ, તા. 30 ઓક્ટોબર, 2020, શુક્રવાર

દેશમાં મોટા શહેરોમાં સુશાસનના સંદર્ભમાં કેરળે ટોચનું સૃથાન મેળવ્યું છે જ્યારે ઉત્તર પ્રદેશ અને બિહાર તળીયે પહોંચ્યા છે તેમ પબ્લિક અફેર્સ કેન્દ્ર દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા પબ્લિક અફેર્સ ઈન્ડેક્સ-2020માં જણાવાયું હતું.

ઈસરોના ભૂતપૂર્વ ચેરમેન કે. કસ્તુરીરંગનના અધ્યક્ષપદે પબ્લિક અફેર્સ સેન્ટરે તેનો વાર્ષિક અહેવાલ જાહેર કરતાં જણાવ્યું હતું કે, સર્વવ્યાપક વિકાસના પરીપ્રેક્ષ્યમાં કોમ્પોસાઈટ ઈન્ડેક્સ પર આધારિત શાસનના પરફોર્મન્સ પર રાજ્યોને રેન્કિંગ આપવામાં આવ્યું છે.

આ રેન્કિંગમાં દક્ષિણના ચાર રાજ્યો કેરળ  (1.388 પોઈન્ટ) તમિલનાડુ (0.912), આંધ્ર પ્રદેશ (0.531) અને કર્ણાટક (0.468) મોટા રાજ્યોની કેટેગરીમાં ટોચના ચાર રાજ્યોમાં સૃથાન ધરાવે છે.  બીજીબાજુ આ રેન્કિંગમાં ઉત્તર પ્રદેશ, ઓડિશા અને બિહાર તળીયે આવ્યા છે. તેમણે આ કેટેગરીમાં નકારાત્મક સ્કોર મેળવ્યા છે. ઉત્તર પ્રદેશે માઈનસ 1.461, ઓડિશાએ માઈનસ 1.201 અને બિહારે માઈનસ 1.158 પોઈન્ટ મેળવ્યા હતા.

નાના રાજ્યોની કેટેગરીમાં ગોવા 1.742 પોઈન્ટ સાથે પહેલા ક્રમે છે જ્યારે બીજા ક્રમે મેઘાલયે 0.797 પોઈન્ટ તથા હિમાચલ પ્રદેશે 0.725 પોઈન્ટ મેળવ્યા છે. નાના રાજ્યોમાં સૌથી ખરાબ શાસન કરનારા રાજ્યોમાં મણિપુર (-0.363), દિલ્હી (-0.289) અને ઉત્તરાખંડ (-0.277)નો સમાવેશ થાય છે તેમ પીએસીના રિપોર્ટમાં જણાવાયું હતું. 

પીએઆઈના અહેવાલ મુજબ કેન્દ્રશાસિત પ્રદેશોની કેટેગરીમાં ચંડીગઢ 1.05 પીએઆઈ પોઈન્ટ સાથે સૌથી શ્રેષ્ઠ શાસિત પ્રદેશ તરીકે ઊભરી આવ્યું છે. ત્યાર પછી પુડુચેરી (0.52) અને લક્ષ્યદ્વિપ (0.003) અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે. દાદરા નગર હવેલી (-0.69), આંદામાન, જમ્મુ-કાશ્મીર (-0.50) અને નિકોબાર (-0.30) સૌથી ખરાબ શાસિત પ્રદેશોમાં સૃથાન ધરાવે છે.

પીએસીના જણાવ્યા મુજબ ઈક્વિટી, વૃદ્ધિ અને સાતત્યપૂર્ણ વિકાસના પરિપ્રેક્ષ્યમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શાસનનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. કસ્તુરીરંગરાજને કહ્યું હતું કે, પીએઆઈનો રિપોર્ટ ભારતમાં આિર્થક અને સામાજિક મુદ્દાઓ પર આપણી સમક્ષ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સિૃથતિ પર પ્રકાશ પાડે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HIMdho
via IFTTT

Post a Comment

Previous Post Next Post