
-બિહાર વિધાનસભાની 243માંથી 133-143 બેઠક મેળવશે
-રાજદના તેજસ્વી યાદવનું બ્લડ પ્રેસર વધી ગયું
પટણા તા.21 ઓક્ટોબર 2020 બુધવાર
બિહાર વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન આડે થોડા દિવસો રહ્યા છે ત્યારે એક ઓપિનિયન પૉલમાં હાલના મુખ્ય પ્રધાન નીતિશ કુમારને ફરી બહુમત મળશે એવી આગાહી કરાઇ હતી. દેખીતી રીતેજ એનડીએને પરાજિત કરવાના સપનાં જોઇ રહેલા પક્ષો માટે આ સમાચાર ટેન્શન વધારનારા હતા.
બિહાર વિધાનસભામાં કુલ 243 બેઠકો છે. ઓપિનિયન પૉલના વર્તારા મુજબ નીતિશ કુમાર 133થી 143 બેઠકો જીતે એવી શક્યતા હતી. એનડીએને 38 ટકા મતો મળવાની શક્યતા આ વર્તારામાં કરાઇ હતી. બિહાર વિધાનસભામાં બહુમતી માટે 122 બેઠકોની જરૂર હોય છે.
આ ઓપિનિયન પૉલમાં જો કે નીતિશ કુમાર માટે ચિંતા વધારે એવો વર્તારો પણ કરાયો હતો. આ વર્તારા મુજબ નીતિશ કુમારની લોકપ્રિયતામાં ઘટાડો નોંધાયો હતો. 2015ની ચૂંટણી વખતે 80 ટકા લોકોએ નીતિશ કુમારની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો. આ વખતે એ આંકડો ઘટીને 52 ટકા થઇ ગયો હતો. 2015માં માત્ર 18 ટકા લોકો એમના કામથી નારાજ હતા. અત્યારે એવા લોકોનો આંકડો 44 ટકાનો થઇ ગયો હતો. એ હકીકત ધ્યાનમાં રાખીને નીતિશ કુમારે પોતાનો વ્યૂહ ઘડવો જોઇએ.
આ ઓપિનિયન પૉલમાં એક સવાલ એવો પણ હતો કે બિહાર માટે શ્રેષ્ઠ મુખ્ય પ્રધાન કોણ હોઇ શકે. એ સવાલના જવાબમાં એક રીતે જોઇએ તો હજુ પણ નીતિશ કુમાર બેસ્ટ છે. એમને 31 ટકા મતો મળ્યા હતા જ્યારે તેજસ્વી યાદવને 27 ટકા મતો મળ્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35fyo1G
via IFTTT
إرسال تعليق