માત્ર લગ્ન માટે ધર્માંતરણ ગેરકાયદે હાઈકોર્ટે યુગલની અરજી ફગાવી


હાઈકોર્ટે અગાઉનો ચૂકાદો ટાંકી ધર્મપરિવર્તનને અયોગ્ય ગણાવ્યું

લખનઉ, તા. 30 ઓક્ટોબર, 2020, શુક્રવાર

માત્ર લગ્ન માટે ધર્મપરિવર્તન કાયદેસર નથી. અલગ અલગ ધર્મના યુગલની અરજી અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી દીધી હતી. અરજદારોએ પરિવારવાળાને તેમના શાંતિપૂર્ણ વૈવાહિક જીવનમાં હસ્તક્ષેપ કરવા પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી.

જોકે, અલ્હાબાદ હાઈકોર્ટે તેમાં પણ હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરી દીધો છે. અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ એમ.સી. ત્રિપાઠીએ મુઝફ્ફરનગર જિલ્લાની પ્રિયાંશી ઉર્ફ સમરીન અને અન્યોની અરજી પર આ ચૂકાદો આપ્યો હતો.

અલ્હાબાદ હાઈકોર્ટે પોતાના બચાવ માટે પોલીસ સંરક્ષણની માગણી કરનારા વિવાહિત યુગલની રીટ પિટિશન ફગાવી દીધી હતી. હાઈકોર્ટે જણાવ્યું હતું કે એક મુસ્લીમ યુવતીએ 29મી જૂન 2020ના રોજ હિન્દુ ધર્મ સ્વીકાર્યો હતો અને માત્ર એક મહિના પછી 31મી જુલાઈએ હિન્દુ યુવક સાથે લગ્ન કરી લીધા હતા. 

ન્યાયાધીશ મહેશચંદ્ર ત્રિપાઠીએ કહ્યું કે, આ બાબત પરથી સ્પષ્ટ થાય છે કે માત્ર લગ્ન કરવા માટે જ ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે. જસ્ટિસ ત્રિપાઠીએ 2014ના એક ચૂકાદાનો ઉલ્લેખ રકતાં જણાવ્યું કે, આ જ કોર્ટે અગાઉ નોંધ્યું હતું કે માત્ર લગ્નના હેતુથી ધર્મપરિવર્તન સ્વીકારી શકાય નહીં.

ત્યાર પછી હાઈકોર્ટે રીટ પિટિશન રદ કરી દીધી હતી અને કહ્યું હતું કે, ભારતીય બંધારણની કલમ 226 હેઠળ હાઈકોર્ટ આ બાબતમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. વર્ષ 2014ના ચૂકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટે નૂર જહાં બેગમ કેસના ચૂકાદાને ટાંકીને કહ્યું કે લગ્ન માટે ધર્મ બદલવો સ્વીકૃત નથી.

એક મહિલાએ હિન્દુમાંથી મુસ્લિમ બન્યા પછી એક યુવક સાથે નિકાહ કરી લીધા હતા. તેમણે કોર્ટ સમક્ષ સંરક્ષણની માગણી કરતી અરજી કરી હતી. હાઈકોર્ટે તે સમયે સવાલ કર્યો હતો કે ઈસ્લામને સમજ્યા વિના અને તેમાં વિશ્વાસ કે આસૃથા વિના માત્ર લગ્ન માટે એક હિન્દુ યુવતીનું ધર્મપરિવર્તન કરી મુસ્લિમ યુવાન સાથે લગ્ન કરવું યોગ્ય છે? 

હાઈકોર્ટે નોંધ્યું હતું કે, કોઈ વ્યક્તિનું ઈસ્લામમાં ધર્મપરિવર્તન માત્ર તો જ સ્વીકૃત ગણાય જો તે પુખ્ત હોય અને તેને પોતાની મરજીથી ઈસ્લામ અને અલ્લાહ તથા મોહમ્મદ પયગંબરમાં વિશ્વાસ હોય.  અલ્હાબાદ હાઈકોર્ટે જણાવ્યું હતું કે, ધર્માંતરણ આસૃથા આૃથવા વિશ્વાસથી પ્રેરિત ન હોય અને માત્ર પોતાના હિતો માટે કરાયું હોય તો તે માત્ર કેટલાક અિધકારોનો દાવો કરવા માટેની એકવસ્તુ બની જાય છે. આવું ધર્માંતરણ વિશ્વસાપત્ર નથી હોતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35RoH9M
via IFTTT

Post a Comment

Previous Post Next Post