
-બળાત્કારીને ચાકુના પચીસ ઘા મારીને પતાવી દીધો
-મધ્ય પ્રદેશના ગુણા શહેરની મહિલાએ દાખવી હિંમત
ભોપાલ તા.17 ઓક્ટોબર 2020 શનિવાર
મધ્ય પ્રદેશના ગુણા શહેરમાં રહેતી એેક મહિલાએ પોલીસ સ્ટેશને ફોન કરીને કહ્યું કે મેં એક યુવકને મારી નાખ્યો છે. મારી ધરપકડ કરવા આવો. આવા ફોનથી પોલીસ ચોંકી ઊઠી હતી.
પોલીસે આ મહિલાને પકડી ત્યારે એણે કહ્યું કે છેક 2005માં હું સગીર વયની હતી ત્યારથી આ યુવક સતત મારા પર રેપ કરી રહ્યો હતો. હું એનાથી એટલી હદે તંગ આવી ગઇ હતી કે આખરે મેં એને પતાવી નાખવાનો નિર્ણય કર્યો હતો.
પોલીસે આ યુવકની ઓળખ એક બ્રિજકિશોર વર્મા તરીકે કરી હતી. શર્મા અને એને ચાકુના પચીસ ઘાથી પતાવી નાખનારી મહિલા બંને એક જ વિસ્તારના રહેવાસી હતાં. મહિલાએ પોલીસને કહ્યું કે 2005માં હું સોળ વર્ષની હતી ત્યારે પહેલીવાર આ માણસે મારો ગેરલાભ લીધો હતો. ત્યારપછી એ સતત મને ડરાવી ધમકાવીને રેપ કરતો રહ્યો.
આ મહિલાએ એક શિક્ષક સાથે લગ્ન કરી લીધાં અને એક પુત્રીની માતા બની ત્યારબાદ પણ શર્મા એનેા પીછો છોડતો નહોતો. ઘટના બની એ રાત્રે મહિલા ઘરમાં એકલી હતી. શર્મા શરાબના નશામાં આવ્યો અને મહિલા પર રેપ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એ સમયે આ મહિલાની ધીરજનો અંત આવી ગયો. એણે રસોડામાં જઇને ચપ્પુ લીધું અને શર્માના શરીર પર પચીસેક ઘા મારીને એને પતાવી દીધો. ત્યારબાદ પોલીસને ફોન કર્યો કે મેં એક માણસની હત્યા કરી છે. મને લઇ જાઓ.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Hadjgz
via IFTTT
Post a Comment