
અમદાવાદ, તા. 30 ઓક્ટોબર, 2020, શુક્રવાર
શિયાળાની ઠંડી શરૂ થવાની વાર છે. બેવડી ઋતુના અહેસાસ વચ્ચે રાતના સમયે થોડી ઠડક વચ્ચે વહેલો સન્નાટો પ્રસરી જાય છે. આ સ્થિતિમાં ચોરીના બનાવો બનતાં અટકે કે ઘટે તે માટ તમામ પોલીસ સ્ટેશનમાંથી મહત્તમ સ્ટાફને કાર્યરત કરી નાઈટ પેટ્રોલિંગ કરવા માટે તમામ પી.આઈ.ને આદેશ આપવામાં આવ્યાં છે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આજે વિડિયો કોન્ફરન્સ યોજીને આ તાકીદ કરી હતી.
શિયાળામાં ઠંડી વધે અને લોકો ઘરમાં લપાઈ જાય ત્યારે રાતના સમયે ઘરફોડ અને પાર્ક કરેલાં વ્હીકલની ચોરીનો ઉપદ્રવ વધે છે. શિયાળાાના આગમનના એંધાણ આપતી બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આગોતરા પગલાં ભરી પોલીસને રાતની ઘરફોડ ચોરી અટકાવવા માટે આદેશ જારી કર્યાં છે. આજે સોમવારે શહેરના તમામ ડીસીપી, એસીપી અને 50 પોલીસ સ્ટેશનના પી.આઈ. સાથે પોલીસ કમિશનરે સંવાદ કર્યો હતો.
પોલીસ કમિશનરે એવી સૂચના આપી છે કે, શિયાળાની ઠંડીમાં ઘરફોડ ચોરીના કિસ્સા વધી શકે છે. આ સંજોગોમાં પોલીસ સ્ટેશનમાંથી મહત્તમ પોલીસ કર્મચારીને નાઈટ પેટ્રોલિંગ ડયુટી અચૂક આપવી. દરેક ડીવિઝન એરિયામાં ત્રણ પોલીસ સ્ટેશનના પી.આઈ., સેક્ટર લેવલે એક એસીપી અને શહેરમાં એક ડીસીપી દરરોજ નાઈટ કરશે.
જ્યારે, દરેક પોલીસ સ્ટેશનદીઠ એક પી.એસ.આઈ. અને મહત્તમ સ્ટાફને નાઈટ પેટ્રોલિંગ કામગીરી સોંપી રાતની ઘરફોડ, વ્હીકલ ચોરી અને નાન મોટી ઉઠાંતરી અટકાવવા આદેશ કરવામાં આવ્યો છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kEGt6m
via IFTTT
إرسال تعليق