જમાલપુર, કાલુપુરમાં લોકોનાં ટોળાંએ એસ્ટેટની ટીમને ઘેરી લીધી


અમદાવાદ, તા. 29 ઓક્ટોબર, 2020, ગુરૂવાર

શહેરના કોટવિસ્તારમાં ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરવા જતી મ્યુનિ.એસ્ટેટ ટીમને ટારગેટ કરવામાં આવે છે.શહેરના જમાલપુર અને કાલુપુર વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસમાં આ પ્રકારની બે ઘટના બની છે.

આ બંને વિસ્તારમાં કાર્યવાહી ન થાય એ હેતુથી સ્થાનિક મહિલાઓને આગળ કરાતા જમાલપુરમાં એક મહિલા બેભાન થતા 108 દ્વારા તેમને સારવાર માટે ખસેડવાની નોબત આવી હતી.ગુરૂવારે કાલુપુર વિસ્તારમાં પણ આ પ્રમાણેની પરિસ્થિતિ સર્જાતા મ્યુનિ.ટીમ કામગીરી કર્યા વગર પરત ફરી હતી. 

મધ્યઝોનના જમાલપુર વોર્ડમાં ત્રણ દિવસ અગાઉ ગેરકાયદે બાંધકામ તોડવા ગયેલી મધ્યઝોન એસ્ટેટની ટીમ કાર્યવાહી કરે એ પહેલા મહિલાઓ ટોળા સાથે ધસી આવી હતી.મ્યુનિ.ટીમને ઘેરી ેલેતા કામગીરી કર્યા વગર ટીમ પરત ફરતા ડેપ્યુટી એસ્ટેટ ઓફીસર પર લેતીદેતીના આક્ષેપ થયા હતા.

ડેપ્યુટી એસ્ટેટ ઓફીસર આર.કે.તડવીના કહેવા પ્રમાણે,કાર્યવાહી કરીએ એ સમયે 70 વર્ષના વૃધ્ધા બેભાન થતા તેમને હોસ્પિટલ મોકલાયા હતા.ઉપરાંત મકાન માલિક પાસે 300 રૂપિયાના સ્ટેમ્પપેપર પર એક મહિનામાં વધારાનું બાંધકામ તે પોતે દુર કરે એવી બાંહેધરી લેવાઈ છે.

ગુરૂવારે કાલુપુર દાંડીગરાની પોળમાં સીલ મારવા ગયેલી મધ્યઝોન એસ્ટેટ વિભાગની ટીમને ફરી મહિલાઓને આગળ કરી ઘેરી લેવાતા ટીમ પરત ફરી હતી.ગુરૂવારે પોલીસની મદદ લેવામાં આવી ન હતી.પશ્ચિમ ઝોનના નવાવાડજ વોર્ડમાં સ્વામિનારાયણ વિદ્યાલયના ટેરેસ પરનું 2500 ચોરસ ફુટનું ગેરકાયદેસર બાંધકામ દુર કરાયુ છે.

વિરાટનગર વોર્ડમાં ઘનશ્યામ એસ્ટેટના પાંચ ઈન્ડસ્ટ્રીયલ શેડ જયારે એસ.જી.હાઈવે પર મકરબા પાસે મ્યુનિ.રીઝર્વ પ્લોટનું 675 ચો.મી.બાંધકામ દુર કરાયુ છે.મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરીની પાછળના ભાગમાં સાત માળનું ગેરકાયદેસર બાંધકામ તોડવા પોલીસ બંદોબસ્ત ન મળતો હોવાનું ડેપ્યુટી એસ્ટેટ ઓફીસરનું કહેવું છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35MK4Jf
via IFTTT

Post a Comment

Previous Post Next Post