
શ્રીનગર, તા. 30 ઓક્ટોબર, 2020, શુક્રવાર
જમ્મુ અને કાશ્મીરના કુપવારા અને પુલવામા જિલ્લાઓમાંથી શુક્રવારે લશ્કર-એ-તોયબા અને હિઝબુલ મુજાહિદ્દિનના ત્રણ આતંકીઓની ધરપકડ કરાઈ છે અને તેમની પાસેથી શસ્ત્રો-હિથયારોનો જથૃથો ઝડપાયો હતો. બે આતંકીઓ કુપવારામાંથી ઝડપાયા હતા જ્યારે એકની ધરપકડ પુલવામામાંથી થઈ હતી. લિયાકત અહેમદ મીર, આકિબ રશિદ તોયબા માટે તથા ફિરદોસ અહેમદ ડાર હિઝબુલ માટે કામ કરતાં હતા.
સલામતી દળોએ શુક્રવારે જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાંથી આતંકીઓના છુપાવાનું એક ઠેકાણું ઝડપી પાડયું હતું. આ સૃથળેથી વિસ્ફોટકો, ઓટોમેટિક રાઈફલ અને પિસ્તોલ્સ સહિત વિપુલ સંખ્યામાં શસ્ત્રો અને દારૂગોળો પકડાયા છે. ચોક્કસ બાતમીના આધારે સલામતી દળોએ રાજૌરીના જંગલ વિસ્તારમાં તપાસ અભિયાન હાથ ધર્યું હતું.
દરમિયાન જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ભાજપના ત્રણ યુવા નેતાઓની હત્યા પાછળ લશ્કર-એ-તોયબાના આતંકી જૂથોનો હાથ છે તેમ પોલીસ ઈન્સ્પેક્ટર જનરલ વિજય કુમારે જણાવ્યું હતું. તેમણે જેમને સલામતી પૂરી પાડવામાં આવી હોય તેઓ સુરક્ષા જવાનો વિના બહાર ન નીકળે તેવી વિનંતી કરી હતી.
ભાજપના યુવા નેતાઓની હત્યાની જવાબદારી ધ રેસિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફે) સ્વીકારી છે. જોકે, આ સંગઠન તોયબાનું જ ગૂ્રપ હોવાનું જણાવાય છે. આઈજીપી (કાશ્મીર) વિજય કુમારે કહ્યું હતું કે, પોલીસે હુમલામાં વપરાયેલ વાહન જપ્ત કરી લીધું છે. વધુમાં તેમણે આ હુમલા પાછળ વિદેશી આતંકીઓ પણ સંડોવાયેલા હોવાની સંભાવના વ્યક્ત કરી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31X2iXF
via IFTTT
إرسال تعليق