
-હાથરસ ફરી બદનામઃ એક માસમાં બીજો ગેંગરેપ
-યોગી સરકાર કાયદાની ધાક જમાવવામાં નિષ્ફળ
હાથરસ તા.24 ઓક્ટોબર 2020 શનિવાર
ખેતરમાં ઘાસ કાપવા ગયેલી દલિત યુવતી પર ઠાકુર યુવાનો દ્વારા ગેંગરેપની ઘટનાની વાત હજુ તાજી છે ત્યાં ઉત્તર પ્રદેશના હાથરસમાં બે સગીરોએ ચાર વર્ષની બાળકી પર રેપ કર્યાની ઘટનાએ ચકચાર મચાવી દીધી હતી.
ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર કાયદાની ધાક જમાવવામાં સદંતર નિષ્ફળ ગઇ હોય એ રીતે છેલ્લા મહિના દોઢ મહિનાથી સતત રોજ ગંભીર અપરાધો થયા કરે છે.
પોલીસે બંને છોકરાઓની ધરપકડ કરી લીધી હતી. બાળકીને મેડિકલ ટેસ્ટ માટે હૉસ્પિટલમાં મોકલાઇ હતી. રેપ કરનારા બંને કિશોરોની ઉંમર સરેરાશ નવ અને બાર વર્ષની હોવાનું પોલીસે કહ્યું હતું. પીડિતાના પિતાએ ગુરુવારે પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસે કહ્યું કે બંને છોકરા એક જ ગામના છે અને બાળકીને ઓળખતા હતા.
હજુ તો ગયા મહિને હાથરસની એક દલિત યુવતી પર રેપ થયો હતો અને સારવાર દરમિયાન એનું મોત નીપજ્યું હતું. આ કિસ્સામાં ચાર ઠાકુર યુવાનો સંડોવાયા હતા. આ કિસ્સાની તપાસ હાલ સીબીઆઇ કરી રહી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jk5KkQ
via IFTTT
إرسال تعليق