
અમદાવાદ, તા. 25 ઓક્ટોબર 2020 રવિવાર
આજે નવરાત્રિનો નવમો દિવસ છે અને બપોર પછી દશેરા શરૂ થશે. દશેરા હોવાથી વહેલી સવારથી જ અમદાવાદમાં અનેક જગ્યાઓ પર ફાફડા-જલેબીની દુકાનો ખૂલી જતી હોય છે. ત્યારે આજે કોરોનાકાળ વચ્ચે પણ આ માહોલ યથાવત રહ્યો છે.
નવરાત્રિની રાત્રે જે રીતે લોકો ફાફડા-જલેબીની રંગત માણતા હતા તે હવે આ વર્ષે શક્ય બન્યું નથી, પરંતુ વહેલી સવારે લોકો ફાફડા-જલેબી લેવા માટે નીકળી પડ્યા હતા. આ વર્ષે ફાફડાના ભાવમાં 20 ટકાનો વધારો થયો છે.
સવારથી જ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને લાઈનમાં ઉભા રહેતા જોવા મળ્યાં હતા આ વર્ષે ફાફડાનો ભાવ 500 રૂપિયા કિલો અને જલેબી 600 રૂપિયા કિલોના ભાવે પહોંચી ગયો છે. અમદાવાદીઓ વહેલી સવારથી જ ફાફડા જલેબીનો સ્વાદ માણતા અને ખરીદતા નજરે પડ્યા છે.
કોરોના મહામારીને કારણે દુકાનો પર સોશિયલ ડિસ્ટનસિંગ અને માસ્ક પહેરવું ફરજિયાત બની ગયું છે. તો બીજી તરફ દુકાનદારો તરફથી તમામને કોરોના ગાઈડલાઈનના પાલનની સતત વિનંતી કરાઈ રહી છે.
અમદાવાદમાં દશેરાને લઈ મ્યુનિ હેલ્થ ટીમ શનિવારથી સક્રિય બની હતી. શનિવારથી અમદાવાદના ફાફડા જલેબીના વેપારીઓના ત્યાં શરૂ તપાસ શરૂ કરાઈ હતી. પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં કાર્યવાહી શરૂ કરી હતી.
ગઈકાલે વાસણામાં આવેલા લક્ષ્મી ગાંઠીયા રથની દુકાનમાંથી પણ મ્યુનિ.ની હેલ્થ વિભાગે નમૂના લીધા હતા. તો અન્ય દુકાનમાંથી પણ નમૂના લેવાયા હતા. હેલ્થ ફલાઇંગ સ્ક્વોડ દ્વારા ખાદ્ય પદાર્થોના નુમના લેવાની કામગીરી કરાઈ હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3orz1Ob
via IFTTT
Post a Comment