
અમદાવાદ, તા. 27 ઓક્ટોબર, 2020, મંગળવાર
પેટાચૂંટણીમાં અબડાસા બેઠક પર ત્રિપાંખિયો જંગ જામ્યો છે કેમકે, ભાજપ-કોંગ્રેસની સામે ટક્કર જામી છે ત્યારે અપક્ષ લઘુમતી ઉમેદવાર પણ ચૂંટણીંજંગ જીતવા એડીચોટીનુ જોર લગાવી રહ્યાં છે.જોકે, આ મુસ્લિમ અપક્ષ ઉમેદવારને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ખુલ્લુ સમર્થન આપી પ્રચાર કરતાં વિવાદ છેડાયો છે.
શંકરસિહ વાઘેલા અને કોંગ્રેસના લઘુમતી ધારાસભ્યો સામસામે આવ્યાં છે.હવે મુસ્લિમ ઉમેદવારને લઇને રાજનીતિ શરૂ થઇ છે. અબડાસા બેઠક પર લઘુમતી મતદારોનું ખાસ્સુ એવુ પ્રભુત્વ રહ્યુ છે. આ બેઠક પર 45 ટકા મુસ્લિમ મતદારો છે જેના કારણે મુસ્લિમ મતદારો અહમ ભૂમિકા ભજવી શકે છે.
પણ અબડાસા બેઠક પર હનીફ પઢિયારે અપક્ષ ઉમેદવાર તરીકે ઝુકાવ્યુ છે જેના કારણે ત્રિપાંખિયો જંગ જામે તો મતોનુ ધુ્રવિકરણ થઇ શકે છે જેનો ભાજપને ફાયદો થાય તેવી શક્યતા છે. મુસ્લિમ અપક્ષ ઉમેદવાર કોંગ્રેસને જ ભારે પડી શકે છે. આ પરિસિૃથતી વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અપક્ષ ઉમેદવારને ટેકો આપી કચ્છમાં પ્રચાર શરૂ કર્યો છે.
બાપુએ જાહેરસભા સંબોધતા ભાજપ પર એવા પ્રહારો કર્યાં કે, ભાજપને મુસ્લિમોને જમાઇ બનાવવામાં શરમ નથી આવતી પણ ઉમેદવાર બનાવવામાં શરમ આવે છે. ભાજપના પાપ અને કોંગ્રેસની નબળાઇને લીધે આ પેટાચૂંટણી આવી છે.ગુજરાતમાં કયાં ભાજપની સરકાર પડી જવાની હતી કે, કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવા પડયા . ભાજપ મૂલ્યોનુ ધોવાણ કરવા નીકળી છે.
આ તરફ, કોંગ્રેસના લઘુમતી ધારાસભ્યો એ એવો આક્ષેપ કર્યો છેકે, શંકરસિંહ વાઘેલા ભાજપની બી ટીમ છે. ભાજપના એજન્ટ બની કોંગ્રેસના મુસ્લિમ મતદારોને તોડી રહ્યાં છે. રાજ્યસભાની ચૂંટણી વખતે ભાજપના ઇશારે અહેમદ પટેલને હરાવવા નીકળેલા શંકરસિંહ વાઘેલાને અચાનક મુસ્લિમો પ્રત્યે કેમ પ્રેમ જાગ્યો છે તે સમજાતુ નથી. આમ, અબડાસા બેઠક પર શંકરસિહ વાઘેલા અને લઘુમતી ધારાસભ્યો વચ્ચે રાજકારણ ખેલાઇ રહ્યુ છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mx0VXx
via IFTTT
Post a Comment