
અમદાવાદ, તા. 25 ઓક્ટોબર, 2020, રવિવાર
દસક્રોઈના ખોડીયાર ગામમાં રહેતી એમબીએ થયેલી પરિણીતાએ દહેજ માટે શારીરિક અને માનસિક ત્રાસ આપતા સાસરીયાઓ વિરૂદ્ધ અમદાવાદ ગ્રામ્યના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દસક્રોઈના ખેડીયાર ગામમાં ધી મેડોઝ અદાણી શાંતિગ્રામાં રહેતા અને એમબીએ થયેલા દિપાલીબહેનના લગ્ન જીવનસાથી ડોટકો એપ્લીકેશન દ્વારા 2017માં મયંક એસ.કાકરણ સાથે થયા હતા.લગ્નના બીજે જ દિવસે તેમના સાસુ બ્રિજેશબહેને તને એક દવા આપું છું તુ આજથી લેવાનું શરૂ કરી દેજે જેથી તારે દિકરાનો જન્મ થશે, આપણા ઘરમા દિકરીઓ ઘણી છે માટે દવા ચાલુ રાખવી પડશે.
પતિ બેંગ્લોરમાંનોકરી કરતા હોવાથી તે પતિ સાથે બેંગ્લોર ગયા હતા. તે વખતે લગ્ન વખતે મળેલા દાગીના સાસુએ લઈ લીધા હતા. બેંગ્લોરમાં દિપાલીબહેનને એક કંપનીમાં નોકરી મળી ગઈ હતી. દરમિયાન પતિ મયંક પિયરમાંથી પૈસા લઈ આવવા દિપાલીબહેનને શારીરિક અને ત્રાસ આપવા લાગ્યો હતો.
દરમિયાન અન્ય કંપનીમાં નોકરી મળતા મયંક દિપાલીબહેનને બેંગ્લોરમાં મુકીને પોતાના વતન નોઈડા આવી ગયો હતો. રજામાં દિપાલીબહેન નોઈડા આવતા ત્યારે સાસરીયા દહેજમાં કાર લઈ આવવા પરેશાન કરતા દિપાલીબહેન પિયરમાંથી 15 લાખ લઈ આવ્યા હતા અને સાસરીયાઓને આપ્યા હતા.
જોકે સાસુ સસરા દહેજમાં કંઈ લાવી નથી કહીને ત્રાસ આપતા રહ્યા હતા અને તારે બાળકમાં દિકરો જન્મવો જોઈએ કહી પરેશાન કરવા લાગ્યા હતા. આથી દિપાલીબહેન પરત બેંગ્લોર ચાલ્યા ગયા હતા. પરંતું લોકડાઉન બાદથી પોતાના પિયર ઇદાણી શાંતિગ્રામમાં રહે છે. આ અંગે તેમણે પતિ મયંક, સસરા સત્યપાલસિંહ અને સાસુ બ્રિજેશ વિરૂધ્ધ ગ્રામ્ય મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37JBgqe
via IFTTT
إرسال تعليق