
-પોલીસે હત્યારાઓને સહાય કરી હતી
-મરનારના ભાઇએ કરેલો ખુલ્લો આક્ષેપ
લખનઉ તા.16 ઓક્ટોબર 2020 શુક્રવાર
ઉત્તર પ્રદેશમાં અપરાધખોરી ઘટવાનું નામ લેતી નથી. ગુરૂવારે બપોરે બલિયામાં પોલીસ અને ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટની હાજરીમાં એક વ્યક્તિ પર ગોળીબાર કરીને એની હત્યા કરાઇ ઙતી. મરનારના ભાઇએ ખુલ્લો આક્ષેપ કર્યો તો કે પોલીસ હત્યારાને મદદ કરી રહી હતી.
જેણે ગોળીબાર દ્વારા હત્યા કરી એ વ્યક્તિ ધીરેન્દ્ર પ્રતાપ સિંઘ ભાજપના એક ધારાસભ્યનો નિકટનો સગો થાય છે. મરનારના પરિવારે એવો આક્ષેપ કર્યો હતો કે ધીરેન્દ્ર પ્રતાપ સિંઘ અને એના સાથીદારો પથ્થરમારો અને ગોળીબાર કરી રહ્યા હતા ત્યારે પોલીસ એમને અટકાવવાને બદલે અમને લાઠીમાર દ્વારા ત્યાંથી ખસેડી રહી હતી. પોલીસના સહકારથીજ ધીરેન્દ્ર નાસી જઇ શક્યો હતો.
બલિયાના રેવતી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા દુર્જનપુર ગામમાં ગુરૂવારે બપોરે ડિસ્ટ્રીક્ટ
મેજિસ્ટ્રેટ, સરકારી અધિકારીઓ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓની હાજરીમાં એક બેઠક ચાલી રહી હતી. એક દુકાનની માલિકી અંગે ચાલી રહેલા ખટરાગનો નિવેડો લાવવા આ બેઠક યોજાઇ હતી.
ધીરેન્દ્ર સિંઘ પ્રતાપ નાસતો ફરે છે. એ બેરિયાના ભાજપી વિવાદાસ્પદ ધારાસભ્ય સુરેન્દ્ર સિંઘનો સંબંધી થાય છે. ધીરેન્દ્રના ગોળીબારથી દુર્જનપુર ગામના 46 વર્ષના જયપ્રકાશ ઉર્ફે ગામા પાલને ગંભીર ઇજા થઇ હતી અને સારવાર દરમિયાન એ મરણ પામ્યો હતો. ક્વોટાની દુકાનના મામલે ખટરાગ ચાલી રહ્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/351aczT
via IFTTT
إرسال تعليق