
(પીટીઆઇ) બુલંદશહેર(યુપી),તા. 30 સપ્ટેમ્બર 2020, બુધવાર
અહીના એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે એના પોલીસ સ્ટેશન ઇન-ચાર્જ એને શારીરિક - માનસિક હેરાનગતિ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.
શહેરના ગુલાઓથિ પોલીસ મથકે ફરજ બજાવતાં આ મહિલા પોલીસ કોન્સ્ટેબલે વરિષ્ઠ પોલીસ અધીક્ષકને સુપરત કરેલી અરજીમાં એના પોલીસ મથક ઇન-ચાર્જ સચિન મલિક વિરૂધ્ધ ફરિયાદ કરતા જણાવ્યું છે કે મલિક એને અયોગ્યપણે અડકે છે અને જો મેં ફરિયાદ કરી તો મોતની ધમકી આપી છે.
મહિલા જુલાઇ, ૨૦૧૭ થી આ પોલીસ મથકમાં ફરજ બજાવે છે, જ્યારે સચિન મલિકને ગત ફેબુ્રઆરી, ૨૦૨૦થી આ પોલીસ મથકના ઇન્ચાર્જ બનાવાયા છે.
મલિકે પોલીસ મથકનો ચાર્જ સંભાળ્યાના થોડા દિવસોમાં ઉપરોક્ત મહિલા પોલીસને શારીરિક અને માનસિક રીતે હેરાન કરવા માંડી હતી. મલિક મહિલા કોન્સ્ટેબલના અંગત જીવન પર નજર રાખવા માંડયા. આથી મહિલાની પરેશાની વધી ગઇ.
મહિલા કોન્સ્ટેબલે પોલીસ અધીક્ષકને કરેલી અરજીમાં મલિક સામે ખાતાકીય કાર્યવાહીની માગણી કરી છે. અધીક્ષકે કહ્યું કે એક સમિતિ બનાવની તપાસ કરશે અને સપ્તાહમાં એનો રિપોર્ટ સુપરત કરશે. એ પછી જરૂરી પગલાં લેવાશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3n7BVao
via IFTTT
إرسال تعليق