ભારતમાં 5G નેટવર્ક ઊભું કરવાનો ખર્ચ સવા બે લાખ કરોડ થશે


નવી દિલ્હી, તા. ૧૯
ભારતમાં ૫જી નેટવર્ક ઊભું કરવાનો ખર્ચ ૧.૩ લાખ કરોડથી લઈને ૨.૩ લાખ કરોડ જેટલો થશે. ભારતમાં ૫જી ટેકનોલોજીનો ધમધમાટ શરૃ થયો છે ત્યારે અંદાજિત ખર્ચનો આ અહેવાલ રજૂ થયો હતો. મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્શિયલ સર્વિસે આ અંદાજિત ખર્ચનો દાવો કર્યો હતો.
ભારતમાં ૫જી નેટવર્ક આવે તે પહેલાં ૫જી ટેકનોલોજી સપોર્ટ કરે એવા સ્માર્ટફોન આવવાની જાહેરાતો થવા લાગી છે. એ દરમિયાન મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્શિયલ સર્વિસના અહેવાલમાં દાવો થયો હતો કે ભારતમાં ૫જી નેટવર્ક ખૂબ જ ખર્ચાળ હશે. ભારતમાં ઊભા થનારા ૫જી નેટવર્ક પાછળ અંદાજે સવા બે લાખ કરોડ રૃપિયા ખર્ચાશે.
અહેવાલ પ્રમાણે પાટનગર દિલ્હીમાં જ ૮૭૦૦ કરોડ રૃપિયા ખર્ચાઈ જશે. એટલું જ નહીં, આર્થિક પાટનગર ગણાતા મુંબઈમાં ૫જી નેટવર્કનું સેટઅપ  ૧૦ હજાર કરોડ રૃપિયાના ખર્ચને આંબી જશે. ટેલિકોમ રીપોર્ટમાં દાવો થયો હતો કે ભારતને આખા ૫જી નેટવર્ક માટે ઓછામાં ઓછા ૧.૩ લાખ કરોડ અને વધુમાં વધુ ૨.૩ લાખ કરોડ ખર્ચાય એવી શક્યતા છે.
લગભગ ૯૦૦૦ સાઈટ્સ બનાવવી પડશે અને તેની પાછળ જ ૧૮૦૦ કરોડ રૃપિયા ખર્ચાશે. ૫જી નેટવર્ક માટે ત્રણ પ્રકારનું રોકાણ કરવું પડશે,. સ્પેક્ટ્રમ, સાઈટ્સ અને ફાઈબર - આ ત્રણ રીતે રોકાણ કરવાનું હોવાથી સરવાળે ખર્ચ વધી જશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3m23Oz9
via IFTTT

Post a Comment

أحدث أقدم