
અમદાવાદ, તા. 17 ઓક્ટોબર 2020 શનિવાર
7 મહિના બાદ ફરી તેજસ એક્સપ્રેસ આજથી શરૂ કરવામાં આવી છે. તેજસ એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી બપોરના 3 કલાક 35 મિનિટ નીકળશે અને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર રાતે 9.55 મિનિટે પહોંચશે.
તેજસ ટ્રેનમાં મુસાફરોને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવશે. તેમજ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે.તેજસ ટ્રેનમાં કોરોના પ્રોટેક્શન કીટ મુસાફરોને અપવમાં આવશે. જેમાં માસ્ક, મોજા, સેનીટાઈઝર સહિત અન્ય જરૂરી વસ્તુઓ આપવામાં આવશે.
તેમજ મુસાફરોએ ફરજીયાત આરોગ્ય સેતુ એપ પોતાના મોબાઈલમાં રાખવી પડશે. તેજસ ટ્રેનમાં દરેક કોચ સેનિટાઈઝ કરવામાં આવશે. તેમજ ટ્રેનમાં અપાતી ખાવા પીવાની વસ્તુઓમાં એસોઓ પી નિયમનું પાલન કરાશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2T0hFtc
via IFTTT
Post a Comment