
અમદાવાદ, તા. 30 ઓક્ટોબર, 2020, શુક્રવાર
યુનિ.ઓ-કોલેજોમાં ભણતા યુજી-પીજી અને પીએચડી સહિતના વિવિધ કોર્સના વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકારની વિવિધ સ્કીમ્સમાં સ્કોલરશિપ આપવામા આવે છે ત્યારે કોરોનાને લીધે હજુ સુધી યુનિ.-કોલેજો શરૂ થઈ નથી અને નવા પ્રવેશમાં પણ વિલંબ થયો હોવાથી યુજીસીએ ફોર્મ ભરવાની મુદત એક મહિનો વધારી છે.
યુજીસીએ દ્વારા પીજીની વિવિધ સ્કોલરશિપ્સમાં એપ્લિકેશન ફોર્મ ભરવાની મુદત વધારી છે. ઓનલાઈન એપ્લિકેશન માટે પોટલ 1લી સપ્ટે.થી શરૂ કરી દેવાયુ છે પરંતુ કોરોનાને લીધે નવા પ્રવેશ હજુ ચાલી રહ્યા છે અને કોલેજો-યુનિ.ઓ બંધ હોવાથી જરૂરી ડોક્યુમેન્ટ માટે વિદ્યાર્થીઓ જઈ પણ શકતા નથી.જેથી એપ્લિકેશન ફોર્મ ભરવાની મુદત વધારી 30 નવેમ્બર સુધી કરવામા આવી છે.
આ સ્કોલરશિપ્સમાં ઈન્દિરા ગાંધી પીજી સ્કોલરશિપ ફોર સિંગલ ગર્લ ચાઈલ્ડ, પીજી સ્કોલરશિપ ફોર યુનિ.રેન્ક હોલ્ડર, પીજી સ્કોલરશિપ ફોર પ્રોફેશનલ કોર્સીસ ફોર એસસી-એસટી કેન્ડિડેટ સહિતની ચાર સ્કોલરશિપનો સમાવેશ થાય છે. યુનિ.-કોલેજો-સંસ્થાએ વિદ્યાર્થીઓની ફ્રેશ અને રીન્યુઅલ એપ્લિકેશન 15 ડિસે.સુધી વેરિફાઈ કરી દેવાની રહેશે.
કોમર્સમાં નવા રજિસ્ટ્રેશનની મુદત વધારી 1લી નવે. કરાઈ
અમદાવાદ,શુક્રવાર
ગુજરાત યુનિ.ની કોમર્સની ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયામાં છઠ્ઠા રાઉન્ડ માટે કન્સેન્ટ તથા નવા રજિસ્ટ્રેશનની મુદત વધારાઈ છે. પુરક પાસ અને અગાઉ વંચિત હોય તેવા વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશનની મુદત 31મીથી વધારી 1લી નવે.કરાઈ છે.હાલ 1900 જેટલા નવા વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન થયુ છે જ્યારે જુના 700થી વધુ પ્રવેશ વંચિત વિદ્યાર્થીએ કન્સેન્ટ આપી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HJAdf3
via IFTTT
إرسال تعليق