અમદાવાદમાં સબસિડી ધરાવતી 300 ઇ-બસના મામલે અનિશ્ચિતતાનાં વાદળ


અમદાવાદ, તા. 21 ઓક્ટોબર 2020 બુધવાર 

કેન્દ્રની સબસિડી ધરાવતી 300 ઇ-બસના મામલે પણ અનિશ્ચિતતાનાં વાદળ ઘેરાયાં છે. બીઆરટીએસના સત્તાવાળાઓએ ટાટાને 180 બસ અને જેબીએમ કંપનીને 120 બસ રોડ પર મૂકવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ બંને કંપનીને આઠ વર્ષના મેન્ટેનન્સ અને ઓપરેશનની જવાબદારી સોંપાઇ છે. 

બીઆરટીએસ કોરિડોરમાં બસ દોડાવવા માટે પ્રતિ કિ.મી. રૂ.54નો ભાવ નક્કી પણ કરાયો છે. સબસિડી ધરાવતી 300 ઇ-બસની ડિલિવરી વિલંબમાં મુકાતાં ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સત્તાધીશોએ ટાટા અને જેબીએમને નોટિસ પણ ફટકારી હતી.

જોકે મ્યુનિ. કોર્પોરેશનમાં જે પ્રકારે તમામ પ્રોજેક્ટમાં અનિશ્ચિતતાનો કલોઝ અમલમાં મુકાયો છે. તે જ રીતે આશરે રૂ. 500 કરોડના ઇ-બસના આ ટેન્ડરમાં પણ બીઆરટીએસના સત્તાવાળાઓને 50થી 75 ટકાનો કાપ મૂકવો પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. હવે બીઆરટીએસ કોરિડોરમાં 300 ઇ-બસના બદલે માંડ 100થી 125 બસ દોડતી કરાશે.

અત્યારે શહેરમાં બીઆરટીએસના કુલ 104 કિ.મી.નો વ્યાપમાં કુલ 163 સ્ટેશન-કેબિન છે. સત્તાવાળાઓ દ્વારા દરરોજની સરેરાશ 260 બસ કોરિડોરમાં દોડાવવામાં આવતી હોઇ તેમાં ફેબ્રુઆરી-2021ના અંત પહેલાં વધુ 100-125 ઇ-બસ જોડાતાં બસનો કાફલો 360થી 385નો થશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oaLiXk
via IFTTT

Post a Comment

أحدث أقدم