
નવી દિલ્હી, તા. 25 ઓક્ટોબર 2020 રવિવાર
રાંધણ ગેસ સિલિન્ડર વિશે નિયમમાં ફેરફાર થવાનો છે. એક નવેમ્બરથી નવો નિયમ લાગુ થઈ શકે છે. સિલિન્ડરની હોમ ડિલિવરીની આખી સિસ્ટમ હવે બદલવા જઈ રહી છે. સરકારી ઓઈલ કંપનીઓએ તેની તૈયારી કરી લીધી છે. આગામી મહિનાથી ડિલિવરી માટે નવી સિસ્ટમ લાગુ થશે. આવામાં જો તમે ઘરે બેઠા ગેસ સિલિન્ડર મંગાવતા હોવ તો આ માહિતી તમારા માટે જરૂરી છે.
સૂત્રોનું અનુસાર ઓઈલ કંપનીઓએ નવી સિસ્ટમને ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ સાથે જોડવાનો પ્લાન બનાવ્યો છે. જેમાં સિલિન્ડરનું બુકિંગ કરાવશો ત્યારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક કોડ આવશે. આ કોડ સિલિન્ડરની ડિલિવરી વખતે ડિલિવરી બોયને આપવો પડશે. જ્યાં સુધી કોડ નહીં બતાવો ત્યાં સુધી ડિલિવરી પૂરી નહીં થાય અને સ્ટેટસ પેન્ડિંગમાં જ રહેશે.
ઓઈલ કંપનીઓ આ નવી ડિલિવરી સિસ્ટમને સૌથી પહેલા 100 સ્માર્ટ સિટીમાં લાગુ કરશે. આ પાયલટ પ્રોજેક્ટ તરીકે રહેશે. ધીરે ધીરે દેશના બીજા ભાગમાં પણ આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. હાલ બે શહેરોમાં આ સિસ્ટમ પાયલટ પ્રોજેક્ટ તરીકે ચાલે છે. નવી સિસ્ટમ ફક્ત રાંધણ ગેસ સિલિન્ડર પર જ લાગુ થશે. કોમર્શિયલ સિલિન્ડરને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dSfUYW
via IFTTT
إرسال تعليق