
અમદાવાદ, તા. 24 ઓક્ટોબર, 2020, શનિવાર
ગુજરાત રાજ્યના 18 બોર્ડ નિગમોના ચેરમેનોની સમય અવિધ આજે પૂર્ણ થઇ છે. જોકે, દિવાળી બાદ ફરી એકવાર બોર્ડ નિગમોમાં નવી નિમણૂંકો થાય તેવી ગુસપુસ ચાલી રહી છે ત્યારે દાવેદારોએ અત્યારથી રાજકીય લોબિંગ શરૂ કર્યુ છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલની નિયુક્તિ થયા બાદ બોર્ડ નિગમોમાં નવી નિમણૂંકો થવાની શક્યતા છે. વર્ષ 2022માં આવનારી વિધાનસભાની ચૂંટણીને જોતાં પાટીલ બોર્ડ નિગમોમાં નિયુક્તિ આપવા માંગે છે જેથી ભાજપમાં ભભૂકેલો અસંતોષ ઠરી શકે.
આજે ઘેટા -ઉન વિકાસ નિગમ , ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, ગુજરાત સિવિલ સપ્લાય કોર્પોરેશન, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ , ગુજરાત હાઉસીંગ બોર્ડ, ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ્ય ટેકનોલોજી સંસૃથા , ગુજરાત રાજ્ય ખાદીગ્રામ બોર્ડ , ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ , ગુજરાત રાજ્ય બીજ નિગમ , ગુજરાત ગ્રામ્ય ઉદ્યોગ બજાર , ગુજરાત વેરહાઉસિંગ સહિત કુલ મળીને 18 બોર્ડના ચેરમેનોની આજે સત્તાવાર રીતે મુદત પૂર્ણ થઇ છે જેના કારણે ચેરમેનોને મળતી કાર-બંગલા સહિતની સુવિધા પરત મેળવાશે.
બોર્ડ નિગમના ચેરમેનોની મુદત પૂર્ણ થતાં હવે નવા દાવેદારોની ઘણી લાંબી લાઇન છે. કેટલાંય ધારાસભ્યો પણ નિગમના ચેરમેનપદ મેળવવા ઉત્સુક બન્યાં છે. કેટલાંય ધારાસભ્ય-નેતાઓએ તો સચિવાલય અને કમલમમાં આટાંફેરા મારવાનુ ય શરૂ કર્યુ છે.
ઉલ્લેખનીય છેકે, ભાજપ સરકારે વર્ષ 2017માં બોર્ડ નિગમોના ચેરમેનોની નિયુક્તિ કરી હતી. રાજ્યસભાની ચૂંટણી માં સોનિયા ગાંધીના સલાહકાર અને સાંસદ અહેમદ પટેલ સામે હારી જતાં બળવંતસિંહ રાજપૂતને ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન બનાવી શિરપાવ અપાયુ હતું.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jnseBn
via IFTTT
إرسال تعليق