પેરામેડિકલમાં 17મીથી મોક રાઉન્ડ માત્ર પ્રેક્ટિસ માટે ચોઈસ ફિલિંગ


અમદાવાદ, તા. 13 ઓક્ટોબર, 2020, મંગળવાર

પેરામેડિકલમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા પુરી થઈ ગઈ છે અને મેરિટ પણ જાહેર થઈ ગયુ છે ત્યારે હજુ સુધી કોલેજોની મંજૂરી બાકી હોવાથી પ્રવેશ ફાળવણી થઈ શકે તેમ નથી.પરંતુ 33 હજાર વિદ્યાર્થીએ એક મહિના કરતા વધુ સમયથી પ્રવેશ પ્રક્રિયાની રાહ જોઈને બેઠકો હોવાથી પ્રવેશ સમિતિ દ્વારા મોક રાઉન્ડ જાહેર કરી દેવાયો છે.

નર્સિંગ-ફિઝિયોથેરાપી સહિતના પેરામેડિકલ કોર્સીસમાં પ્રવેશ માટે આ વર્ષે 4 હજાર વિદ્યાર્થીઓ વધ્યા છે અને મેરિટમાં 33612 વિદ્યાર્થીઓ છે.પેરામેડિકલમાં ધો.12 સાયન્સના પરિણામના આધારે પ્રવેશ થાય છે ત્યારે 12 સાયન્સનું પરિણામ આવ્યાને 3 મહિના ઉપરનો સમય થઈ ગયો છે પરંતુ કોલેજોની મંજૂરી બાકી હોય પ્રવેશ ફાળવણી થઈ શકે તેમ નથી. 

જ્યારે બીજી બાજુ વિદ્યાર્થીઓ પ્રવેશની રાહ જોઈને બેઠો હોઈ પ્રવેશ સમિતિએ મોક રાઉન્ડ જાહેર કર્યો છે.જેમાં વિદ્યાર્થીઓ 17મીથી હાલની ગયા વર્ષની યાદી મુજબ કોલેજોની-બ્રાંચની ચોઈસ ભરી શકશે.ચોઈસ ફિલિંગ 21મી સુધી ચાલશે.આ પ્રેક્ટિસ રાઉન્ડ છે અને જેમાં માત્ર વિદ્યાર્થીએ પ્રેક્સિટ માટે ચોઈસ ફિલિંગ કરવાનું હોય છે .આ પ્રેક્ટિસ-મોક રાઉન્ડનું 22મીએ પરિણામ જાહેર થશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SRfLuX
via IFTTT

Post a Comment

Previous Post Next Post