
અમદાવાદ, તા. 30 ઓક્ટોબર, 2020, શુક્રવાર
દિલ્હીના વેપારીને ત્રણ ગઠિયાઓએ નાની ચલણી નોટોના બદલામાં મોટી ચલણી નોટો આપવાથી 10 ટકા કમિશન આપવાની લાલચ આપી હતી. આથી દિલ્હીથી આવેલા વેપારીને આ શખ્સો કારમાં સરખેજ લઈ ગયા હતા અને 16 લાખ કારમાં રખાવીને જમવા માટે હોટેલમાં ગયા હતા. બાદમાં આ શખ્સો નંબરપ્લેટ વગરની કાર લઈને ફરાર થઈ ગયા હતા. જેને પગલે વેપારીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવની વિગત મુજબ દિલ્હીમાં રહેતા સતીષકુમાર ડી.ગર્ગ(56) દિલ્હીમાં દુકાન ધરાવે છે. તેમના નજીકના વિસ્તારમાં ફ્રૂટની દુકાન ધરાવતા અશોક આર.તનેજાએ તેમની ઓળખ દિલ્હીના જ ઈમરાનખાન એચ.પઠાણ સાથે કરાવી હતી. ઈમરાનખાને તેના અમદાવાદના એળખીતા સુરેશ નાનજી મોતાની ઓળખ કરાવી હતી.
સુરેશ કચ્છના માંડવીમાં કોઈ આશ્રમમાં નાની ચલણી નોટોના બદલામાં મોટી ચલણી નોટો આપવાથી 10 ટકા કમિશન આપવાનું કામ કરે છે, એમ જણાવ્યું હતું. ઈમરાને સતીષકુમારને તમારે રૂ.2000ના દરની નોટો આપવી હોય તો કહેજો, એમ કહ્યું હતું. આથી સતીષકુમાર રૂ.8,00,000 લઈને તથા અશોકકુમાર અને રાજકુમાર ગાંધી અલગથી 8 લાખ લઈને ટ્રેનમાં અમદાવાદ આવ્યા હતા.
ત્યારબાદ ઈમરાને તેના મિત્ર સુરેશ એન.મોતા અમદાવાદમાં જ છે અને તેની પાસે નાની ચલણી નોટો છે કહીને તમામને સરખેજ શાંતિપુરા ચોકડી લઈ ગયો હતો. જ્યાં સુરેશ મોતા નંબરપ્લેટ વગરની કાર સાથે ઉભો હતો. બાદમાં સતીષકુમાર અને તેમના મિત્રોએ 16 લાખ કારમાં જ મુકી દીધો હતો અને ચા નાસ્તો કરવા હોટેલમાં ગયા હતા.
બીજીતરફ ડ્રાઈવર રાહુલને કારમાં પૈસાનું ધ્યાન રાખવા બેસાડયો હતો. થોડીવારમાં ઈમરાન અને સુરેશ કામ છે કહીને હોટેલની બહાર નીકળી ગયા હતા. સતી।કુમારને શંકા જતા તેમણે જોયું તો તેઓ કારમાં બેસીને રવાના થઈ ગયા હતા. જેને પગલે તેમણે ઈમરાનખામ પઠાણ, સુરેશ મોતા અને રાહુલ નામના શખ્સો વિરૂધ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ges3uR
via IFTTT
Post a Comment