ગુજરાતમાં 1,161ને કોરોના : 53 દિવસ બાદ સૌથી ઓછા એક્ટિવ કેસ


અમદાવાદ જિલ્લામાં કુલ કેસનો આંક 40 હજારને પાર : છેલ્લા 24 કલાકમાં વધુ 9નાં મૃત્યુ અને 1270 દર્દીઓ સાજા થયા

અમદાવાદ, તા. 17 ઓક્ટોબર, 2020, શનિવાર

ગુજરાતમાં કોરોનાના દૈનિક 1200થી ઓછા કેસ નોંધાવવાનો ક્રમ સતત સાતમાં દિવસે યથાવત્ રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 1161 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 1,58,635 થયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 9 સાથે કોરોનાથી કુલ મરણાંક 3629 છે. ગુજરાતમાં હાલ 14587 એક્ટિવ કેસ છે જ્યારે 79 દર્દી વેન્ટિલેટર પર છે. આમ, ગુજરાતમાં એક્ટિવ કેસનો આંક 14600થી નીચે આવ્યો હોય તેવું 25 ઓગસ્ટ બાદ એટલે કે 53 દિવસમાં પ્રથમવાર બન્યું છે. 

સુરતમાં શુક્રવારની સરખામણીએ કોરોનાના દૈનિક કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 171-ગ્રામ્યમાં 68 સાથે વધુ 239 કેસ  સામે આવ્યા હતા. આમ, સુરતમાં કોરોનાના કુલ કેસ હવે 33,689 છે. અમદાવાદ શહેરમાં 168-ગ્રામ્યમાં 15 એમ વધુ 183 સાથે કોરોનાના કુલ કેસનો આંક હવે 40 હજારને પાર થઇને 40,027 થઇ ગયો છે.

વડોદરા શહેરમાં 74-ગ્રામ્યમાં 42 સાથે વધુ 116, રાજકોટ શહેરમાં 71-ગ્રામ્યમાં 37 સાથે વધુ 108, જામનગર શહેરમાં 50 -ગ્રામ્યમાં 24 સાથે વધુ 74 કેસ નોંધાયા હતા. ગુજરાતના અન્ય જિલ્લાઓ કે જ્યાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં 41 સાથે મહેસાણા-જુનાગઢ, 39 સાથે ગાંધીનગર, 33 સાથે પાટણ, 27 સાથે ભરૂચ,  24 સાથે સાબરકાંઠા, 21 સાથે મોરબીનો મુખ્યત્વે સમાવેશ થાય છે. 

છેલ્લા 24 કલાકમાં રાજકોટમાંથી સૌથી વધુ 3, અમદાવાદ-સુરતમાંથી 2 જ્યારે ગીર સોમનાથ-વડોદરામાંથી 1-1 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. ગુજરાતમાં કોરોનાથી મૃત્યુદર હવે 2.30% છે. રાજ્યના જે જિલ્લામાં કોરોનાથી સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે તેમાં 1868 સાથે અમદાવાદ, 817 સાથે સુરત, 203 સાથે વડોદરા, 155 સાથે રાજકોટ અને 86 સાથે ગાંધીનગરનો સમાવેશ થાય છે.

છેલ્લા 24 કલાકમાં 1270 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. જેમાં સૌથી વધુ 286 સુરત, 179 અમદાવાદ, 167 વડોદરા અને 149 રાજકોટમાંથી છે. અત્યારસુધી કુલ 1,40,419 દર્દીઓ  કોરોનાથી સાજા થયા છે અને રીક્વરી રેટ 88.52% છે. ગુજરાતમાં હાલ 5,49,479 વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. છેલ્લા 24 કલાકમાં વધુ 52746 સાથે કોરાના કુલ ટેસ્ટનો આંક હવે 53,22,288 થયો છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3o9mU8D
via IFTTT

Post a Comment

أحدث أقدم