RTEમાં 26 હજારથી વધુ બેઠકો ખાલી : 28મીથી બીજો રાઉન્ડ


અમદાવાદ, તા. 25 સપ્ટેમ્બર, 2020, શુક્રવાર

રાઈટ ટુ એજ્યુકેશનમાં પ્રથમ રાઉન્ડના અંતે હાલ 26 હજારથી વધુ બેઠકો ખાલી છે.  હવે બીજો રાઉન્ડ 28મીથી શરૂ થશે. આરટીઈની ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગની પ્રવેશ સમિતિએ પ્રથમ રાઉન્ડમાં 75629 બેઠકો ફાળવી હતી. જેમાંથી 69 હજાર જેટલા વાલીએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હતો.

આમ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવણી સામે 6500થી વધુ બેઠક ખાલી રહી છે.જ્યારે અગાઉ ખાલી રહેલી 20 હજારથી વધુ બેઠક સહિત હવે 26 હજારથી વધુ બેઠકો ખાલી છે. આ વર્ષે 10 હજારથી વધુ ખાનગી સ્કૂલોની ધો.1માં આરટીઈ હેઠળ 95521 બેઠકો છે.

જેમાંથી હવે ખાલી રહેલી 26 હજારથી વધુ બેઠકો માટે 28મીથી બીજો રાઉન્ડ શરૂ થશે. જેમાં વાલીએ 30મી સુધી ઓનલાઈન સ્કૂલ પસંદગી કરવાની રહેશે.જે વાલી પસંદગી બદલવા ન માંગતા હોય તેઓ દ્વારા અગાઉ કરેલી પસંદગી માન્ય રાખી બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા થશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FRDDvP
via IFTTT

Post a Comment

Previous Post Next Post