
રાજકોટ, તા. 4 સપ્ટેમ્બર, 2020, શુક્રવાર
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહયુ છે સિવિલની કોવિડ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે ત્યારે તબીબોની ટીમનું કામનું ભારણ હળવુ કરવા માટે તંત્રએ ટેકનોલોજીનો સહારો લીધો છે. કોવિડ વોર્ડમાં રોબોટ નર્સ કાર્યરત કરવાની કવાયત હાથ ધરાવમાં આવી છે. રોબોટ નર્સ દર્દીઓને નિયમીત દવા - ભોજન આપશે, તાવ માપશે સ્ક્રિનીંગ કરવા સહિતની સર્વિસ આપશે.
દેશના દિલ્હી - મુંબઈ સહિતનાં મેટ્રો સિટીની કેટલીક હોસ્પિટલોમાં રોબોટ નર્સનો પ્રયોગ સફળતાપૂર્વક કરવામાં આવ્યો છે. રાજયમાં કોવિડ હોસ્પિટલમાં પહેલી વખત આ પ્રયોગ રાજકોટમાં કરવામાં આવી રહયો છે.
સોના 1 અને સોના ર નામના બે રોબોટીક નર્સ ખાસ રાજય સરકારે સીએસઆર ( કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબીલીટી ) ઓથોરીટી દ્રારા એક ખાનગી કંપનીનાં સહયોગથી રાજકોટને ફાળવવાનો નિર્ણય કર્યા બાદ ગઈકાલે આ રોબોટ રાજકોટ સિવિલ ખાતે મોકલી અપાયા હતા.
દરમિયાન આજે કોવિડ વોર્ડમાં ખાસ ટેકનીકલ ટીમની મદદથી રોબોટ નર્સનો ડેમો કરાયો હતો તે સફળ રહયો હતો. સિવિલ હોસ્પિટલનાં અિધકારીઓએ જણાંવ્યુ હતું કે ડેમો થઈ ગયો છે હવે કંપનીના ઓપરેટરો એક - બે દિવસમાં જ રાજકોટ આવશે અને ત્યાર બાદ રોબોટ નર્સની સર્વિસ કોવિડ વોર્ડમાં રેગ્લુલર શરૂ થઈ જશે.
એક ખાસ સોફટવેર બનાવવામાં આવ્યો છે તેમાં દર્દીનો ડેટા ફીટ કરવામાં આવે છે અને તે મુજબ રોબોટ તેની પાસે જઈને દવા આાપશે. ભોજન પીરસશે અને સ્ક્રીનીંગ કરશે. લાખોનાં ખર્ચે આ તૈયાર થયેલા આ રોબોટ હવે કોરોનાનાં દર્દીની સારવારમાં તબીબી સ્ટાફને મદદ કરશે. સારવાર દરમિયાન દર્દીનો ચેપ પણ લાગવાનો કોઈ ખતરો રહેતો નથી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QTg0EU
via IFTTT
Post a Comment