
અમદાવાદ, તા. 26 સપ્ટેમ્બર, 2020, શનિવાર
ગુજરાતના વહિવટીતંત્ર દ્વારા નક્કર આયોજન વિના જ અનેક ખર્ચ કરવામાં આવતા હોય છે અને તેનું વધુ એક દ્રષ્ટાંત સામે આવ્યું છે. નગરપાલિકાના ઘન કચરાના કાર્યક્ષમ વ્યવસૃથાપન માટે 25 રેફ્યુઝ કોમ્પેક્ટર રૂપિયા 9.94 કરોડની કુલ કિંમતે ખરીદાયા હતા.
આ પૈકી 15 વાહનો તેમના મોટા કદને કારણે સાંકડા રસ્તાઓ-શેરીઓમાંથી કચરો એકઠો કરી શકતા નહોતા જ્યારે 3 વાહનો કચરાને અનુરૂપ કન્ટેઇનર્સ પ્રાપ્ય નહીં થવાથી અને કોન્ટ્રાક્ટર દ્વારા સમારકામની આપૂર્તિ નહીં કરાતા રૂપિયા 7.16 કરોડના બિન ફળદાયી ખર્ચ થયા છે તેવું કેગના અહેવાલમાં સામે આવ્યું છે.
ગુજરાતની નગપાલિકાઓમાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2000ના અમલીકરણ માટે રાજ્ય સરકારના શહેરી વિકાસ-શહેરી ગૃહ નિર્માણ વિભાગે ગુજરાત શહેરી વિકાસ કંપની લિ. ને મધ્યવર્તી સંસૃથા તરીકે સપ્ટેમ્બર 2000માં નિમણૂક કરવામાં આવી હતી.
ગુજરાત શહેરી વિકાસ કંપની લિ. દ્વારા સપ્ટેમ્બર 2013માં નગરપાલિકા વિસ્તારોમાં ઘન કચરાના કાર્યક્ષમ વ્યવસૃથાપન માટે રેફ્યુઝ કોમ્પેક્ટર વ્હીકલ્સ ખરીદવાનો નિર્ણય કર્યો હતો.
જેના ભાગરૂપે તેમણે નવી દિલ્હીની ટીપીએસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ.ને કુલ રૂપિયા 9.94 કરોડની કિંમતના અને ટ્રીપ દીઠ 12 ટન ભારે વહન-18 ક્યુબિક મીટરની કદ ક્ષમતા સાથેના એક એવા 25 આરસીવી પૂરા પાડવાના આદેશ અપાયા હતા. આ માટે કોન્ટ્રાક્ટરને જુલાઇ 2014 અને મે 2016 વચ્ચે કુલ રૂપિયા 9.84 કરોડ ચૂકવાયા હતા.
ખરીદ કરવામાં આવેલા 25માંથી માત્ર 6 આરસીવી ઉપયોગમાં હતા જ્યારે એક આરસીવી જૂન 2017માં થયેલા ઘાતક અકસ્માત બાદ ઉપયોગમાં જ નથી. સપ્ટેમ્બર 2019 સુધી રૂ. 7.16 કરોડની કિંમતે ખરીદવામાં આવેલા 18 આરસીવી તેમને પૂરા પડાયાની તારીખથી લગભગ 1થી 5 વર્ષ ઉપયોગમાં જ નહીં હોવાનું સામે આવ્યું છે.
આ 18 પૈકી 15 આરસીવી સાંકડી ગલીઓ-રસ્તાઓ પર ચલાવવા અત્યંત મુશ્કેલ જણાતા ઉપયોગ જ થઇ શક્યો નહોતો. દેખીતી રીતે જ, ગુજરાત શહેરી વિકાસ કંપની લિ.નો 18 આરસીવી ખરીદવાનો નિર્ણય મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ-2000ના મેન્યુઅલ પ્રમાણે નહોતો. જેમાં સ્પષ્ટપણે દર્શાવાયું છે કે વ્હીકલ્સના પ્રકારની પસંદગીની સાથે શહેરો-નગરોના રોડની સિૃથતિને ધ્યાનમાં લેવી જોઇએ.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36emvLl
via IFTTT
إرسال تعليق