સરકારે નવરાત્રિની મંજૂરી ન આપવી જોઇએ : પાટીલ


અમદાવાદ, તા. 21 સપ્ટેમ્બર, 2020, સોમવાર

કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતનો પ્રવાસ યોજી હજારોની જનમેદની એકઠી કરી હતી.આ રેલીના તાયફા યોજ્યા બાદ ખુદ સી.આર.પાટીલને જ કોરોના થયો હતો ત્યાર પછી હવે તેમને જાણે બ્રહ્મજ્ઞાાન લાદ્યુ છે.આ કારણોસર સી.આર.પાટીલે એવુ નિવેદન આપ્યુ છે કે, રાજ્ય સરકારે નવરાત્રીની મંજૂરી આપવી જોઇએ નહીં. 

પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળ્યા પછી સી.આર.પાટીલે શક્તિ પ્રદર્શન કરવાના ભાગરૂપે સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતનો પ્રવાસ કર્યો હતો. એટલું જ નહીં, માસ્ક-સોશિયલ ડિસટન્સના નિયમોના લીરેલીરાં ઉડાડી ભાજપના કાર્યકરોએ પણ જાણે મનમાની કરી હતી .

કોરોનાની ગંભીર સ્થિતી વચ્ચે પણ પાટીલે પ્રવાસ ખેડવાની તક છોડી ન હતી.પણ જયારે ખુદ કોરોના સંક્રમિત થયા ત્યાર પછી આ મહામારીની ગંભીરતાનો અંદાજ આવ્યો હતો. ભાજપની રેલી,જાહેરસભા, બેઠકોના કારણે ભાજપના જ નેતા-કાર્યકરો કોરોનાનો શિકાર  બન્યાં છે. આ જોતાં હવે સી.આર.પાટીલ ડાહીડાહી વાતો કરવા માંડયાં છે.

આજે પત્રકારો સાથેની વાતચીતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે એવી વાત કરી હતીકે, રાજ્ય સરકારે નવરાત્રી યોજવાની મંજૂરી આપવી જોઇએ નહીં .  સરકાર બધાય આગેવાનો સાથે મસલત કરી રહી છે. ગુજરાતમાં પ્રવાસ ખેડયા બાદ પાટીલને નવરાત્રીમાં કોરોનાના સંક્રમણ થવાની ભિતી લાગી રહી છે. 

લોકોમાં એવી ચર્ચા છેકે, જો કદાચ આવુ પહેલા ંજ વિચાર્યુ હોત તો રેલી,સભાને કારણે ભાજપના નેતા-કાર્યકરો કોરોનાનો ભોગ બન્યા ન હોત.એટલુ જ નહીં, રૂપાણી સરકારની કામગીરી પર પાણી ફરી વળ્યુ ન હોત. પણ હવે રહીને રહીને પાટીલને બ્રહ્મજ્ઞાાન લાદ્યુ છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hN1bP7
via IFTTT

Post a Comment

أحدث أقدم