શાળાઓમાં વિદ્યાર્થીનીઓ મફત દૂધ લેવા ય રાજી નથી


અમદાવાદ, તા. 25 સપ્ટેમ્બર, 2020, શુક્રવાર

કુપોષણને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલી દૂધ સંજીવની યોજનાનો ફિયાસ્કો થયો છે. કેગના રિપોર્ટમાં દૂધ સંજીવની યોજનાનુ બાળમરણ થયા હોવાનો ખુલાસો થયો છે. નવાઇ પમાડે તેવી વાત તો એછેકે, શાળાઓમાં વિદ્યાર્થીનીઓ દૂધ લેવા ય તૈયાર નથી.

શાળાઓની તપાસ કરતાં એવુ માલુમ પડયુ કે, દૂધના પાઉચ વણવપરાયેલાં પડી રહે છે. શાળાઓમાં દૂધ ઠંડુ રહે તેવી સુવિધાનો ય ભારોભાર અભાવ છે. આ કારણોસર સંજીવની દૂધ યોજના આજે ડચકાં ખાઇ રહી છે. 

કેગના રિપોર્ટમાં  દૂધ સંજીવની યોજનાને લઇને એવા તારણો બહાર આવ્યાં છેકે, કુપોષણને દૂર કરવાના હેતુથી રાજ્ય સરકારે વર્ષ 2014-15માં દૂધ સંજીવની યોજના શરૂ કરી હતી. વિદ્યાર્થીનીઓના આરોગ્યની તપાસ કર્યા બાદ મૂલ્યાકંન,અધ્યયન પછી સ્વાસૃથય પર થતી અસર થાય છે કે કેમ તે આધારે યોજનાનુ આંકલન કરવા નક્કી કરાયુ હતું. જિલ્લા સહકારી દૂધ યુનિયનો દ્વારા દૂધ પુરૂ પાડવામાં આવે છે. 

જોકે, શાળાઓમાં દૂધ સંજીવની યોજનાની તપાસ કરતાં એવુ જાણવા મળ્યું કે, વર્ષ 2015-16થી માંડીને વર્ષ 2017-18ના સમયગાળામાં બનાસકાંઠા જિલ્લામાં આ યોજના હેઠળ આવરી લેવાયેલી વિદ્યાર્થીઓની સંખ્યા 1,25,961 હતી તે ઘટીને 91,489 થઇ ગઇ હતી. જયારે પંચમહાલમાં 31 574 વિદ્યાર્થીનીઓની સંખ્યા ઘટીને 18,188 થઇ ગઇ હતી. આ બંને જિલ્લામાં કુલ મળીને 47,858 વિદ્યાર્થીનીઓ યોજનામાંથી બાકાત થઇ ગઇ હતી. 

યોજનાની વધુ તપાસ કરતાં એ વાત પણ ઉજાગર થઇ કે, શાળામાં કેટલુ દૂધ મળ્યુ અને કેટલા દૂધનો વપરાશ થયો તે અંગે મામલતદારરે કોઇ અહેવાલ જ આપ્યો નહીં. પંચમહાલના શહેરા તાલુકાની શાળામાં 270 દૂધના પાઉચ પૈકી 142 દૂધના પાઉચ શાળામાં પડી રહ્યાં હતાં. શાળામાં ખાલી દૂધના પાઉચો સળગાવી દેવામાં આવતા હતાં જે પર્યાવરણ માટે જોખમી હતા.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cvhfnE
via IFTTT

Post a Comment

أحدث أقدم