કોંગ્રેસના રાજુલા બેઠકના ધારાસભ્ય અને ભાજપના કરંજ બેઠકના ધારાસભ્યો કોરોના સંક્રમિત


અમદાવાદ, તા. 06 સપ્ટેમ્બર 2020 રવિવાર  

રાજ્યમાં કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે. તેવામાં વધુ બે નેતાઓ કોરોનાની ઝપટમાં આવ્યા છે. રાજ્યની સુરત જિલ્લાના કરંજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારી અને અમરેલી જિલ્લાની રાજુલા બેઠકના ધારાસભ્ય અંબરીશ ડેરને કોરોના થયો છે. 

અંબરીશ ડેર પોતાના ફાર્મ હાઉસ પર ક્વૉરન્ટાઇન થયા છે તો ઘોઘારીએ પણ સારવાર લેવાની શરૂઆત કરી છે. અગાઉ ભાજપના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પોઝિટિવ આવ્યા હતા. 

તેમની સાથે રાજકોટના મેયર બીના આચાર્ય પણ સંક્રમિત થયા હતા. આ ઉપરાંત રાજકોટમાં ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને રાજ્યસભાના ઉમેદવાર અભય ભારદ્વાજ કોરોનાની ઝપટમાં આવી ગયા હતા. આમ નેતાઓને કોરોનાનું વળગણ થઈ રહ્યું છે. 

સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ બનાવવામાં આવ્યો છે છતાં વાયરસના ચેપથી નેતાઓ બચી શક્યા નથી. રાજકોટના મેયર બીના બેન આચાર્ય અને ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પોઝિટિવ આવ્યા હતા.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Fexx7N
via IFTTT

Post a Comment

Previous Post Next Post