
અમદાવાદ, તા. 25 સપ્ટેમ્બર, 2020, શુક્રવાર
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાદક પટેલની 12 અઠવાડિયા ગુજરાત બહાર જવાની પરવાનગી માગતી અરજી અમદાવાદની સિટી સેશન્સ કોર્ટે ફગાવી છે. સેશન્સ જજ બી.જે. ગણાત્રાએ નોંધ્યું છે કે હાદકનું જામીનની શરતો વારંવાર ભંગ કરવાનું અગાઉનું વલણ જોઇ અરજી ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી.
કોર્ટ સમક્ષ હાદકની રજૂઆત હતી કે તેની નિમણૂક ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષમાં હવે તેની મહત્વપૂર્ણ ભૂમિકા છે અને વિવિધ બેઠકોમાં ભાગ લેવા માટે દિલ્હી તેમજ ગુજરાત બહારના શહેરોમાં વારંવાર જવાનું થાય છે, પરંતુ જામીનની શરતોના કારણે તે રાજ્ય બહાર જઇ શકતો નથી.
આ ઉપરાંત તેના ચાર કેસો હાલ સુપ્રીમ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. આ કેસોનું લિસ્ટીંગ ટૂંક સમયમાં થવાનું છે. તેથી કેસોની વકીલો સાથે ચર્ચા કરવા દિલ્હી જવું પડે તેમ છે. અરજીના વિરોધમાં ખાસ સરકારી વકીલ એચ.એમ. ધ્રૂવ અને સુધીર બ્રહ્મભટ્ટની રજૂઆત હતી કે અગાઉ પણ હાદક કોર્ટમાં જામીનની શરતોના પાલનની બાહેધરી આપી ચૂક્યો છે પરંતુ કોઇ શરતનું પાલન કર્યુ નથી.
આ ઉપરાંત તેના દિલ્હી જવાના આયોજન અંગે કોઇ પ્રોગ્રામ શિડયુલ રજૂ કર્યુ નથી, તેથી આ જામીન અરજી મંજૂર ન થવી જોઇએ.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30bh3VJ
via IFTTT
إرسال تعليق