ભાજપના પાંચ કોર્પોરેટરો કોરોના પોઝિટિવ જાહેર થયા


અમદાવાદ, તા. 25 સપ્ટેમ્બર, 2020, શુક્રવાર

શહેરના વિવિધ વોર્ડમાંથી ચૂંટાઈને આવેલા કોર્પોરેટરોના ગુરૂવારના રોજ કરવામાં આવેલા આરટીપીસીઆર ટેસ્ટ બાદ સત્તાધારી પક્ષ ભાજપના પાંચ કોર્પોરેટરો કોરોના પોઝિટિવ હોવાનું જાહેર થવા પામ્યુ છે.

પાંચ કોર્પોરેટરો કોરોના પોઝિટિવ જાહેર થયા બાદ આજે શુક્રવારે મળેલી બોર્ડ બેઠક બાદ સંક્રમી કોર્પોરેટરોની સંખ્યામાં વધારો થવાની દહેશત પણ બેઠકમાં હાજર રહેલાં કોર્પોરેટરો દ્વારા વ્યકત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

મળતી માહીતી પ્રમાણે,બોર્ડ બેઠક અગાઉ બુધવારના રોજ પચાસ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.આ ટેસ્ટમાં એક પ્યુન સિવાય તમામના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતા.ગુરૂવારના રોજ વધુ 89 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

ટેસ્ટ  બાદ જાહેર કરવામાં આવેલા રીપોર્ટ મુજબ,ભાજપના પાંચ કોર્પોરેટર કોરોના પોઝિટિવ જાહેર કરાયા છે.આ કોર્પોરેટરોમાં કુબેરનગર વોર્ડના કલાબેન યાદવ, સરદારનગર વોર્ડના બિપીન સિક્કા, ઉપરાંત ઉર્વશીબેન ડાભી, સરખેજ વોર્ડના જેઠીબેન ડાંગર તથા વટવા વોર્ડના પંકજસિંહ સોલંકીનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે,મ્યુનિ.ની વર્તમાન ટર્મમાં શહેરના પુર્વ મેયર સહીત ભાજપ અને કોંગ્રેસના કુલ મળીને 35થી પણ વધુ કોર્પોરેટરો કોરોના સંક્રમી થયા છે.આ ટર્મમાં ં ભાઈપુરા વોર્ડના ભાજપના તેમજ બહેરામપુરા વોર્ડના કોંગ્રેસના એમ કુલ બે કોર્પોરેટરોના કોરોના સંક્રમી થતા સારવાર દરમિયાન મોત થયા હતા.

ટેકસ વિભાગના અડધો ડઝનથી વધુ કર્મચારીઓ કોરોના પોઝિટિવ

મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉસ્માનપુરા ઝોન ખાતે સતત કામગીરીમાં વ્યસ્ત રહેલા અડધો ડઝનથી પણ વધુ કર્મચારીઓ કોરોના પોઝિટિવ થયા હોવાનું જાણવા મળ્યુ છે.સૂત્રોમાંથી મળતી માહીતી પ્રમાણે,ટેકસ વિભાગમાં સંક્રમી કર્મચારીઓની સંખ્યા વધુ પ્રમાણમાં છે પરંતુ સત્તાવારસૂત્રોના કહેવા પ્રમાણે,સંક્રમી કર્મચારીઓની સંખ્યા અડધો ડઝન જ છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RZ1PPb
via IFTTT

Post a Comment

Previous Post Next Post