કિશોરીના બિભત્સ ફોટા પાડી પાદરીનું ધર્મપરિવર્તન માટે દબાણ


અમદાવાદ, તા. 1 સપ્ટેમ્બર, 2020, મંગળવાર

અમરાઈવાડી વિસ્તારમાં રહેતી 16 વર્ષની કિશોરી સાથે મોબાઈલ પર વાતચીત કરીને ચર્ચના પાદરીએ વિડીયોકોલમાં તેના બિભત્સ ફોટા લઈ લીધા હતા. બાદમાં તેને બદનામ કરવાની ધમકી આપીને ધર્મપરિવર્તન કરવા દબાણ કરતો હતો. આ અંગે અમરાઈવાડી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અમરાઈવાડીમાં રહેતી અને અભ્યાસ કરતી 16 વર્ષની કિશોરી તેની પડોશમાં રહેતી મહિલા સાથે ડિસેમ્બર મહિનામાં રબારી કોલોની પાસે આવેલા ક્લેશીયા ચર્ચમાં ગઈ હતી. જ્યાં પાદરી ગુલાબચંદે કિશોરી સાથે વાતચીત કરીને તેના માતાપિતાને ચર્ચમાં લાવવા કહ્યું હતું. 

ત્યારબાદ ગુલાબચંદના ભત્રીજા પંકજે કિશોરીના પિતાને ફોન કરીને ચર્ચમાં આવવા જણાવતા એકાદ મહિના બાદ કિશોરી તેના માતાપિતા સાથે ચર્ચમાં ગઈ હતી. બાદમાં ગુલાબચંદ, પંકજ તથા અન્યોએ કિશોરીના ઘરે ઢોલમંજીરા સાથે ભજન કર્યા હતા.

દરમિયાન ગુલાબચંદ અવારનવાર કિશોરીના પિતાને ફોન કરતો અને કિશોરી સાથે પણ વાત કરતો હતો. બાદમાં ગુલાબદચંદે કિશોરીને ફોનમાં આઈ લવ યુ કહીને કિસ કરતો ફોટો મોકલ્યો હતો. કિશોરીની ફરિયાદ મુજબ ગુલાબચંદ તેનો પીછો કરતો હતો અને વોટ્સએપમાં ફોટા માંગતો હતો.

કિશોરી એકલી હોય ત્યારે વિડીયોકોલમાં તેને કપડા ઉતારવાનું કહીને આ વાત કોઈને કરશે તો બદનામ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. તે સિવાય ગુલાબચંદ કિશોરીને ક્રિશ્ચિયન ધર્મ અપનાવવા પણ કહેતો હતો પરતું કિશોરી ઈન્કાર કરતી હતી.

બીજીતરફ ગુલાબચંદે કિશોરીના દુરના સંબંધીને વોટ્સએપતી કિશોરીના બિભત્સ ફોટા મોકલ્યા હતા. આથી સંબંધીએ કિશોરીના પિતાને વાત કરી હતી. તેમણે આ અંગે દિકરીને પુછતા તેણે ગુલાબચંદ વિશેની હકીકત જણાવી હતી. ત્યારબાદ પણ ગુલાબચંદે કિશોરીના સંબંધીને બિભત્સ ફોટા મોકલ્યા હતા. અંતે કિશોરીએ ગુલાબચંદ વિરૂધ્ધ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gR6QU2
via IFTTT

Post a Comment

Previous Post Next Post