વૈષ્ણોદેવી પાસે મહિલાને મારઝુડ કરી ગેંગરેપ : બે શખ્સો સામે ગુનો


અમદાવાદ, તા. 21 સપ્ટેમ્બર, 2020, સોમવાર

વાડજ વિસ્તારમાં રહેતી મહિલાને બે શખ્સોએ એસ.પી.રંગરોડ પર વૈષ્ણોદેવી પાસેની ઝાડીમાં લઈ જઈને ગેંગરેપ કર્યો હતો. ઉપરાંત આરોપીઓએ મહિલાને મારઝુડ કરીને તેનો મોબાઈલ અને 1300 રૂપિયા રોકડા લુંટી લીધા હતા.

આ અંગે સાબરમતી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત મુજબ વાડજ વિસ્તારમાં રહેતી 35 વર્ષની મહિલા કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. 16 સપ્ટેમ્બરના રોજ બે શખ્સો બીઆરટીએસ બસમાં તેને ઝુંડાલ લઈ ગયા હતા.

ઝુંડાલથી બન્ને આરોપી તેને રિક્ષામાં વૈષ્ણોદેવી અંડરબ્રિજ પાસેની ઝાડીમાં લઈ ગયા હતા. જ્યાં બન્નેએ મહિલા પર ગેંગરેપ ગુજાર્યો હતો. ત્યારબાદ આરોપીઓે મહિલાને મારઝુડ કરીને તેનો મોબાઈલ અને રૂ.1,300 રોકડા લુંટી લીધા હતા અને અહીંથી ફરાર થઈ ગયા હતા. આ અંગે મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3coh5yn
via IFTTT

Post a Comment

Previous Post Next Post