
અમદાવાદ, તા. 20 સપ્ટેમ્બર, 2020, રવિવાર
કોરોનાના સંક્રમણ વચ્ચે આવતીકાલ સોમવારથી ગુજરાત વિધાનસભા ના પાંચ દિવસીય ચોમાસું સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. કોરોના ના લીધે પહેલીવાર ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી સહિત ધારાસભ્યોને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસવાની વ્યવસ્થા કરાઈ છે.
મુખ્યમંત્રી સહિતના મંત્રીમંડળના સભ્યો અને સિનિયર ધારાસભ્યોએ ગૃહમાં બેસશે જ્યારે 79 ધારાસભ્યોએ ગેલેરી માં બેસવું પડશે. આ ઉપરાંત ધારાસભ્યો એ પણ કોરોનાનો ટેસ્ટ કરવો ફરજીયાત છે . દરમિયાન મુલાકાતીઓ ને પ્રવેશ મળશે નહિ. લોકસભાની જેમ ગુજરાત વિધાનસભામાં પણ કોરોના મહામારી ના કારણે ચોમાસુ સત્રમાં પ્રશ્નો તરી કાળ રદ કરાઈ છે. વિધાનસભા સત્રમાં કુલ છ બેઠકો યોજવામાં આવશે.
મુખ્યત્વે ગુંડા નાબુદી ધારા એકટ, પાસા કાયદામાં સુધારો, ભૂ માફિયા સામે લેન્ડ ગ્રેબીંગ એકટ, મહેસૂલ રજીસ્ટ્રેશન એકટ માં સુધારો સહિત કુલ 21 વિધેયકો ગૃહમાં પસાર કરવામાં આવશે. સત્રના આજે દિવસ દરમિયાન દરરોજ ગૃહમાં 10 કલાક કામગીરી ચાલશે. સત્રમાં પ્રશ્નોત્તરી રદ કરાઈ છે પણ ધારાસભ્ય ટૂંકી મુદતના પ્રશ્ન ગૃહમાં રજુ કરી શકશે.
લોક ડાઉન અને અનલોક દરમિયાન કોરોના વોરિયર્સ ની કામગીરી પણ બિરદાવવામાં આવશે. આ સત્રના અંતિમ દિવસે શ્રે ધારાસભ્ય તરીકે બે ધારાસભ્યોને સન્માનિત કરવામાં આવશે. આ એવોર્ડ આપવા માટે એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. આવતીકાલે સત્રના પ્રથમ દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ના નિધનના પગલે શોક પ્રસ્તાવ પણ લાવવામાં આવશે.
કોરોના ના સંક્રમણ ને પગલે વિધાનસભામાં મુલાકાતીઓ અને પ્રવેશ નહીં અપાય. આ વખતે ધારાસભ્યોને પણ કોરોનાનું ટેસ્ટ કરાવવા ફરજિયાત બનાવાયું છે . જો નેગેટિવ રિપોર્ટ હશે તો જ વિધાનસભા સંકુલમાં પ્રવેશ આપવામાં આવશે . જોકે ધારાસભ્યોને એ પણ છૂટ આપવામાં આવી છે કે, તેઓ પોતાના મતવિસ્તારના અર્બન હેલ્થ સેન્ટરમાં પણ ટેસ્ટ કરાવી શકશે.
વિધાનસભાનું સત્ર તોફાની બની રહે તેવી શક્યતા છે કારણકે કોરોના , અતિવૃષ્ટિ, સરકારી ભરતી, બેરોજગારી, મોંઘવારી સહિતના વિવિધ મુદ્દાઓને લઈને વિપક્ષ રૂપાણી સરકારને ભીસમા લેશે. કોંગ્રેસના ધારાસભ્યોની મોડી સાંજે બેઠક મળી હતી જેમાં ગૃહમાં સરકારને ઘેરવાની રણનીતિ ઘડવામાં આવી હતી.
આ ઉપરાંત ભાજપના ધારાસભ્યોની બેઠક મળી હતી જેમાં વિપક્ષ ના આક્ષેપોનો સામનો કરી સરકારનો કેવી રીતે બચાવ થઈ શકે તે અંગેની ચર્ચા કરાઇ હતી . વિધાનસભા માં ગેલેરી 1 માં 26 ધારાસભ્યો, ગેલેરી 2 માં 21 ધારાસભ્યો ગેલેરી 3 માં 13 ધારાસભ્યો અને ગેલેરી 4 માં 19 ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RGbdam
via IFTTT
Post a Comment