
અમદાવાદ, તા. 27 સપ્ટેમ્બર, 2020, રવિવાર
અમદાવાદમાં દોઢ માસ પહેલાં જેલમાં જન્મેલા બાળકના ઉછેર માટે આરોપી માતાને ગુજરાત હાઇકોર્ટ જામીન આપ્યા છે. નરોડા વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મના કેસમાં મદદગારી માટે સેશન્સ કોર્ટે આરોપી માતાને પાંચ વર્ષની સજા ફટકારી ગત પાંચમી ઓગસ્ટે જેલમાં મોકલી હતી. જેેના થોડાં દિવસ બાદ બાળકનો જન્મ થતાં બાળકના ઉછેર માટે જામીન આપ્યા હતા.
આ કેસની વિગત એવી છે કે નરોડા વિસ્તારમાં 16 વર્ષીય સગીરાના અપહરમ અને દુષ્કર્મના કેસમાં પોક્સો કોર્ટે મુખ્ય આરોપી કલ્પેશ પટેલ ઉપરાંત મદદગારી કરનારા અન્ય ચાર વ્યક્તિને ગત ચોથી ઓગસ્ટના રોજ પાંચ વર્ષની કેદની સજા ફટકારી હતી.
મદદગાર ઓરૌપી પૈકીની એક રંજન ઉર્ફે રોશની મકવાણાને જેલમાં મોકલી હતી. તેને જેલમાં મોકલવામાં આવી ત્યારે તેને નવ માસનો ગર્ભ હતો અને થોડાં દિવસોમાં તેણે બાળકને જન્મ આપ્યો હતો.
હાઇકોર્ટમાં સજા સામેે અપીલ ચાલી રહી હોવાથા આ મહિલા આરોપીએ જસ્ટિસ એ.સી. જોશી સમક્ષ જામીન અરજી દ્વારા રજૂઆત કરી હતી કે આ કેસમાં તેની ભૂમિકા સીમિત છે. ટ્રાયલ દરમિયાન તે કાચા કામના કેદી તરીકે અગિયાર મહિના જેલમાં વીતાવી ચૂકી છે.
આ ઉપરાંત હાલ હાઇકોર્ટમાં અપીલ ચાલી રહી હોવાથી તેમાં ચુકાદો આવવામાં ઘણો સમય લાગશે. અત્યારે દોઢ મહિનાનું બાળક તેની સાથે જેલમાં જ રહી રહ્યું હોવાથી માનવતા દાખવવા રજૂઆત કરાઇ હતી. જેમાં કોર્ટે તેની અરજી મંજૂર કરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30cZg0e
via IFTTT
إرسال تعليق