ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને 'નેશનલ ઇમ્પોર્ટન્સ'નો દરજ્જો


અમદાવાદ, તા. 21 સપ્ટેમ્બર, 2020, સોમવાર

ગાંધીનગરમાં આવેલી ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને કેન્દ્રિય યુનિવર્સિટી તરીકે દરજ્જો આપવાનો કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેનું બિલ લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું. આ યુનિવર્સિટી માટે કેન્દ્ર સરકાર 100 ટકા ગ્રાન્ટ ફાળવશે અને યુનિવર્સિટીનું વડું મથક ગાંધીનગર રહેશે.

ઉલ્લેખનીય છે કે, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીએ માત્ર 10 વર્ષના ટૂંકા ગાળામાં દેશ-વિદેશના 10 હજારથી વધુ પોલીસ ઓફિસર્સ, ફોરેન્સિક સાયન્સના એક્સપર્ટ્સ, જ્યુડિશરીના સભ્યોને ગુના સંશોધન અને સિક્યુરિટીને લગતા વિવિધ વિષયોમાં તાલીમ આપી છે.

ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા 58 દેશ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે, જેના અંતર્ગત તાલીમ ઉપરાંત ફોરેન્સિક લેબોરેટરી સ્થાપવામાં પણ આ યુનિવર્સિટી દ્વારા મદદ કરવામાં આવી રહી છે. 

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, 'નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ફોરેન્સિક સાયન્સનો વ્યાપ વધે તે માટે ગુજરાતમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી.

જેનું મુખ્ય કાર્યક્ષેત્ર શિક્ષણની સાથે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ, ઝડપી ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન, જસ્ટિસ ડિલીવરી સિસ્ટમને મજબૂત બનાવવા અંગેના રીસર્ચ અને ટ્રેનિંગનું છે. આ યુનિવર્સિટીમાં દેશમાં ઓફ કેમ્પસ સેન્ટર, વિદેશમાં ઓફ શોર કેમ્પસની સ્થાપના કરી શકાશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hSM2fa
via IFTTT

Post a Comment

أحدث أقدم