ખેડૂતોની આવક બમણી કરવી હશે તો ટેક્નોલોજી અનિવાર્ય


અમદાવાદ, તા. 25 સપ્ટેમ્બર, 2020, શુક્રવાર

'એક દેશ એક બજારના નિર્ણયથી સમગ્ર દેશમાં ગમે તે વેપારી કે ખેડૂત દેશના કોઇપણ એપીએમસીમાંથી ખરીદી કે વેચાણ કરી શકશે. એપીએમસી બંધ થશે તેવી વાત જ ખોટી છે તેમ ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે. 

કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા એક દેશ એક બજારનો જે હિંમતપૂર્વકનો નિર્ણય કરવામાં આવ્યો છે તેનાથી વર્ષ 2022માં ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ પૂર્ણ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં સૌરભ પટેલે જણાવ્યું કે, 'વિકસીત સમયમાં જે ખેડૂતોને ટેક્નોલોજીનો ઉપયોગ કરવો હશે એ કરીને તેનો માલ સીધો દેશના અન્ય રાજ્યમાં વેચી શકશે. જેના પરિણામે ખેડૂતોનું ટ્રાન્સપોર્ટેશન ઘટશે અને વધુ ભાવો મળશે.

ઈ પ્લેટફોર્મના માધ્યમ દ્વારા દેશભરમાં રાજ્યના ખેડૂતો પોતાનો માલ વેચી શકશે. આજના ટેક્નોલોજીના યુગમાં યુવા ખેડૂતો ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ખેતી કરી શકશે, જેના દ્વારા ઉત્પાદન વધશે અને તેમજ તેનાથી મોટી કંપનીઓ સીધા ખેડૂતો પાસે કોન્ટ્રાક્ટ કરીને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરી શકશે. આજે ટેક્નોલોજી નહીં લાવીએ તો ગ્લોબલાઇઝેશન સામે ટકી શકાશે નહીં.

નવા કાયદાથી ટેકાના ભાવે ખરીદી બંધ થશે એ વાત તદ્દન ખોટી છે. ટેકાના ભાવે ખરીદી તો ચાલુ જ રહેશે. પરંતુ જે ખેડૂતો ટેક્નોલોજીથી માલ ખરીદ કે વેચાણ કરશે એટલે ઊંચા ભાવ મળવાના જ છે. કોંગ્રેસની જેમ ખેડૂતો જોડે રાજકારણ કરીએ તેવા નથી. અમે ખેડૂતોને સાચી દિશા બતાવવા માગીએ છીએ.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33Xb3kI
via IFTTT

Post a Comment

أحدث أقدم