રિયા સહિતના આરોપીઓની જામીન અરજી પર આજે ચુકાદો


મુંબઈ, તા. 10 સપ્ટેમ્બર, 2020, ગુરૂવાર

સુશાંત સિંહ રાજપૂતના  મૃત્યુ સંબંધે ડ્રગ કેસમાં પકડાયેલી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીની જામીન અરજી પર સુનાવણી શુક્રવાર પર મોકૂફ રાખી છે. રિયા, શૌવિક, દીપેશ સાવંત, સેમ્યુઅલ મિરાન્ડા, ઝૈદ વિલાતરા અને બશિત પરિહારની જામીન અરજી પર સેશન્સ કોર્ટે દલીલો સાંભળ્યા બાદ આવતીકાલે એટલે શુક્રવારે સુનાવણી રાખી છે.

કદાચ કોર્ટે અરજી પર ચુકાદો આપે એવી શક્યતા છે. ધરપકડ બાદ 14 દિવસની અદાલતી કસ્ટડીમાં મોકલાયેલી રિયાએ સ્થાનિક કોર્ટમાં જામીન અરજી કરીને દાવો કર્યો હતો કે તેને ખોટી રીતે સંડોવવામાં આવી છે.

અરજીમાં જણાવાયું છે કે તેની પાસેથી કોઈ ડ્રગ્સ કે પ્રતિબંધિત  વસ્તુ જપ્ત થઈ નથી અને જો કોઈ આરોપ હશે તો તે પણ નાની માત્રા સંબંધી છે. દાણચોરીને ફાઈનાન્સ કરતી હોય કે ગુનેગારોને ડ્રગ્સને લઈને મદદ કરી હોય એવું કોઈ રેકોર્ડ પર નથી. રિયાએ અરજીમાં એમ પણ જણાવ્યું છે કે તેને કબૂલાત કરવા ફરજ પડાઈ હતી જે તે હાલ પાછી ખેંચે છે.

અદાલતી કસ્ટડીમાં તેનો જીવ જોખમમાં છે તેને બળાત્કાર અને મૃત્યુની ધમકી આપવામાં આવે છે. અરજીમાં દલીલ કરાઈ હતી કે તેની ધરપકડ બિનજરૂરી છે અને કોઈ તર્ક વિનાની છે અને તેની આઝાદીને જોહુકમીથી છીનવાઈ છે. તપાસ દરમ્યાન કોઈ મહિલા અધિકારી હાજર નહોતી. પૂછપરછ દરમ્યાન કાનૂની સલાહ પણ લેવા દેવાઈ નહોતી. 

એકથી વધુ પુરૂષ અધિકારીઓને આઠ કલાકથી વધુ સમય પૂછપરછ કરી હતી. રિયાને ગઈકાલે ભાયખલા જેલ ખસેડાઈ હતી. જામીન નકારીને મેજિસ્ટ્રેટે તેને 22 સપ્ટેમ્બર સુધી કસ્ટડી આપી હતી. બોયફ્રેન્ડ સુશાંત માટે ડ્રગ્સ ખરીદવાના આરોપસર 28 વર્ષની રિયાની સોમવારે ધરપકડ કરાઈ હતી. સુશાંતે 14 જૂને આત્મહત્યા કરી હતી અને તેના મૃત્યુની તપાસ સીબીઆઈ કરી રહી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ho2iEF
via IFTTT

Post a Comment

Previous Post Next Post