
અમદાવાદ, તા. 20 સપ્ટેમ્બર, 2020, રવિવાર
કોરોનાની મહામારી વચ્ચે હાલમાં આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ છે ત્યારે ભારતમાં યેનકેન પ્રકારે ડ્રગ્સ ઘુસાડવા માટે કેરિયરો અવનવા અખતરા અજમાવી રહ્યા છે. અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાં (A-FPOP) નાર્કોટિક્સ- ડ્રગ્સના પાર્સલો આવતા હોવાથી ફરજ પર કસ્ટમ્સના અિધકારીઓની પણ ઉંઘ હરામ થઇ ગઇ છે.
એક વર્ષમાં ફોરેન પોસ્ટ ઓફિસમાં વિદેશમાંથી આવેલા 80 જેટલા પાર્સલો જપ્ત કરવામાં આવ્યા છે. પરંતુ હજુંસુધી અસલી ગુનેગારો સુધી પગેરૂં મળી શક્યું નથી. અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાં છેલ્લા એક વર્ષમાં નાર્કોટિક્સ- ડ્રગ્સમાં સૌથી વધુ પાર્સલોમાં ગાંજો,એમડીએમએ ગોળીના પકડાયા હોવાનું બહાર આવ્યુ છે.
ફોરેન પોસ્ટ ઓફિસમાં હાલમાં આ પ્રકારના પાર્સલો અમેરિકા- કેનેડા, અને નેધરલેન્ડ્સમાંથી આવી રહ્યા છે. જ્યારે કસ્ટમ્સમાં સ્કેનિંગ દરમિયાન પાર્સલમાં ડ્રગ્સ હોવાની જાણ થાય છે ત્યારે ટ્રેકિંગ નંબરના આધારે મોકલનારનું નામ અને અહીં ડિલીવરી કોના નામ પર કરવામાં આવી છે તે તપાસ બાદ માલુમ પડે છે તેને લેનાર કોઈ બીજો વ્યક્તિ હોય છે.
ડ્રગ્સના 50 થી 200 ગ્રામના નાના પાર્સલો વચ્ચેથી પોસ્ટના કર્મીઓ પાસેથી બારોબાર પૈસા આપીને કબ્જો મેળવી લે છે. ફોરેન પોસ્ટ ઓફિસના એક ઉચ્ચ અિધકારીએ જણાવ્યુ કે 'અમારી ટીમ અમદાવાદના જે એડ્રેસ પર પાર્સલ મોકલ્યુ હોય ત્યાં તપાસ કરીએ છીએ તો જે તે વ્યક્તિ હાજર હોય છે પણ તેઓ આ પાર્સલ વિશે અજાણ હોય છે.
આૃથવા ઉંમરલાયક વ્યક્તિના નામે પાર્સલ બુકીંગ કરાવેલ હોય છે જેથી અમારા માટે અસલ ગુનેગાર પકડવો મુશ્કેલ બની જાય છે. ઘણી વખત કેરિયરો ચેક કરવા માટે મોકલતા હોય છે. જો એક વખત ક્લીયરન્સ થઇ જાય તો ફરી વખત મોકલવા માટે તૈયાર હોય છે. ઘણીવાર અમે જુદાજુદા પ્રકારના આવતા ડ્રગ્સની ઓળખ માટે એનસીબીનો પણ સહારો લઇએ છીએ.'
FPOમાં જ હવે પોસ્ટલ ઇન્ટેલિજન્સ યુનિટ ઉભું કરાયું
અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાં હજારોની સંખ્યામાં આવતા ઇમ્પોર્ટના પાર્સલોની સઘન ચકાસણી દ્વારા ક્લીયર કરતા અધિકારીઓ પાસે સમયની કટોકટી રહે છે. આવામાં ડ્રગ્સના આવતા પાર્સલોની તપાસ યોગ્ય રીતે થતી નથી જેના કારણે અમે એરપોર્ટ કસ્ટમ્સમાં એર ઇન્ટેલીજન્ટની માફક પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ ઇન્ટેલિજન્ટ યુનિટ હેઠળ ત્રણ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. જે આવા શંકાસ્પદ પાર્સલોમાં આવતા ડ્રગ્સની તપાસ કરી રહ્યા છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FZmaAY
via IFTTT
Post a Comment