સિલ્વર લેકે રિલાયન્સ રિટેલમાં 7500 કરોડનું રોકાણ કર્યુ


નવી દિલ્હી, તા. ૨૬

૯ સપ્ટેમ્બરે કરવામાં આવેલી જાહેરાત મુજબ અમેરિકાની પ્રાઇવેટ ઇક્વિટી કંવની સિલ્વર લેક પાસેથી ૭૫૦૦ કરોડ રૃપિયા મળી ગયા છે તેમ અબજોપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(આરઆઇએલ)એ એક નિવેદનમાં જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે સિલ્વર લેકે ૯ સપ્ટેમ્બરના રોજ સિલ્વર લેકે ં ૫૫૦૦ કરોડ રૃપિયામાં રિલાયન્સ રીટેલનો ૧.૭૫ ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી. 

આરઆઇએલએ એક નિવેદનમાં જણાવ્યું છે કે સિલ્વર લેકની પેટા કંપની એસએલપી રેઇનબો હોલ્ડિંગ્સ પાસેથી ૭૫૦૦ કરોડ રૃપિયા મળી ગયા છે. ઉલ્લેખનીય છે કે સિલ્વર લેક સાથે ૧.૭૫ ટકા હિસ્સો ખરીદવા માટે થયેલી સમજૂતી વખતે રિલાયન્સ રીટેલનું મૂલ્ય ૪.૨૧ લાખ કરોડ રૃપિયા આંકવામાં આવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે આ અગાઉ સિલ્વર લેકે આરઆઇએલની પેટા કંપની રિલાયન્સ જીઓમાં ૧.૩૫ અબજ ડોલરનું રોકાણ કર્યુ હતું. ગયા મહિને જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨૪,૭૧૩ કરોડ રૃપિયામાં ફ્યુચર ગુ્રપનો રીટેલ અને લોજિસ્ટિક બિઝનેસ ખરીદી લીધો હતો. 

સિલ્વર લેક પછી કેકેઆરએ પણ રિલાયન્સ રિટેલમાં રોકાણ કરવાની જાહેરાત કરી હતી. કેકેઆરએ ચાર દિવસ અગાઉ જ ૫૦૦ કરોડ રૃપિયામાં રિલાયન્સ રીટેલનો ૧.૨૮ ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી. કેકેઆર સાથે ૧.૨૮ ટકા હિસ્સો ખરીદવા માટે થયેલી સમજૂતી વખતે પણ રિલાયન્સ રીટેલનું મૂલ્ય ૪.૨૧ લાખ કરોડ રૃપિયા આંકવામાં આવ્યું હતું.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/336PbEk
via IFTTT

Post a Comment

Previous Post Next Post