ડિપ્લોમા ઈજનેરીમાં 4800 વિદ્યાર્થી વધ્યા : 40 હજારથી વધુનું રજિસ્ટ્રેશન


અમદાવાદ, તા. 1 સપ્ટેમ્બર, 2020, મંગળવાર

ધો.10 પછીના ડિપ્લોમા ઈજનેરી અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયામાં રજિસ્ટ્રેશન મુદ્દત વધતા 4800 વિદ્યાર્થી છે.જેના લીધે કુલ રજિસ્ટ્રેશન 40 હજારથી પણ વધી ગયુ છે.આમ હવે ખાલી બેઠકો આ વર્ષે થોડી ઘટશે.

એડમિશન કમિટી દ્વારા ચાલી રહેલી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત અગાઉ નિયત કાર્યક્રમ મુજબ રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયા બાદ વિદ્યાર્થીઓ,કોલેજો,વાલીઓની રજૂઆતોને પગલે મુદ્દત વધારી 31મી ઓગસ્ટ સુધી કરાઈ હતી.અગાઉ 35494 વિદ્યાર્થીઓનું કુલ રજિસ્ટ્રેશન થયુ હતુ પરંતુ 11 દિવસની મુદત મળતા 4800 વિદ્યાર્થી વધ્યા છે.

મુદત વધ્યા બાદ ધો.10 પછીના 4676 વિદ્યાર્થી વધ્યા છે જ્યારે  આઈટીઆઈ-ટીઈબી સર્ટિફિકેટ કોર્સીસ પાસ કરેલા 131 વિદ્યાર્થી વધ્યા છે.આમ હવે ડિપ્લોમા ઈજનેરીમાં  પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે  ધો.10 પછીના 39369 અને સર્ટિફિકેટ કોર્સ પછીના 932 સહિત કુલ 40301 વિદ્યાર્થીઓ છે.

જો કે ગત વર્ષની સરખામણીએ તો રજિસ્ટ્રેશન હજુ પણ ઓછુ છે પરંતુ ધારણા કરતા સારૂ રજિસ્ટ્રેશન થયુ છે અને હજુ પણ પુરક પરીક્ષાના પરિણામ બાદ ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે લાયક બને તેમ હોઈ આ વર્ષે ખાલી બેઠકો ઘટશે .

પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ હવે જે વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ સબમીટ કરવાના બાકી હોય કે કે અન્ય કોઈ વિગત પસંદ કરવામા ભૂલ હોય તો તે 5મી સુધી સુધારી શકાશે.ત્યારબાદ 9મીએ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થશે.જે સુધારેલુ નવુ જાહેર થશે.

અગાઉ 34 હજારથી વધુ વિદ્યાર્થીઓનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવાયુ હતુ અને ત્યારબાદ રજિસ્ટ્રેશન મુદત વધારવામા આવી હતી.જેથી નવા 4800 વિદ્યાર્થીઓ ઉમેરાતા હવે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમા ક્રમાંક ફેરફાર થશે. 9મીએ મેરિટ લિસ્ટ સાથે ઓનલાઈન મોકરાઉન્ડ જાહેર થશે અને જે 15મી સુધી ચાલશે. મોક રાઉન્ડનું પિરણામ 18મીએ જાહેર થશે અને 18મીએ ફાઈનલ મેરિટ લિસ્ટ જાહેર થશે.

પેરામેડિકલમાં રજિસ્ટ્રેશન મુદ્દત 4થી સુધી વધારવામા આવી 

અમદાવાદ,મંગળવાર

નર્સિંગ અને ફિઝિયોથેરાપી સહિતના પેરામેડિકલ કોર્સીસમાં પ્રવેશ માટેની પ્રક્રિયા અંતર્ગત ઓનલાઈન પિન વિતરણ અને રજિસ્ટ્રેશનની મુદ્દત આજે પુરી થઈ ગઈ હતી પરંતુ સરકારની સૂચના મુજબ મુદત વધારવામા આવી છે.જેથી હવે પિન વિતરણ 4થી સપ્ટેમ્બરે રાતના 11 વાગ્યા સુધી ઓનલાઈન થઈ શકશે અને ઓનલાઈન રજિસ્ટ્રેશન 4થી સપ્ટેમ્બર રાતના 11:55 વાગ્યા સુધી કરી શકાશે.

કોમર્સ પ્રવેશમાં નવા 1500 વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન થયું

અમદાવાદ,મંગળવાર

ગુજરાત યુનિવર્સિટીની કોમર્સની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં ત્રીજો રાઉન્ડ રીશફલિગ ગણવામા આવતા તમામ વિદ્યાર્થીઓને ભાગ લેવાની છુટ અપાઈ છે ત્યારે 11752 વિદ્યાર્થીઓએ આ રાઉન્ડમાં ભાગ લીધો હતો.જો કે નવા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન પણ થયુ હોવાથી 1561 વિદ્યાર્થી નવા ઉમેરાયા છે.292 વિદ્યાર્થી એવા છે કે જેઓ મેરિટોરિયસ ન હતા અને રીશફલિંગ માટે અરજી કરી હતી.જ્યારે મેરિટોરિયસ હોય અને કોલેજ ન મળી હોય તેવા 8486 વિદ્યાર્થીએ આ રાઉન્ડમાં ભાગ લીધો છે.અગાઉ ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરી ચુકેલા અને આ રાઉન્ડમા ભાગ લેનારા 1413 વિદ્યાર્થીઓ છે.આ તમામ વિદ્યાર્થીઓને હવે 8મીએ બેઠક ફાળવણી થશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jAQsIT
via IFTTT

Post a Comment

أحدث أقدم