
નવી દિલ્હી, તા. 20 સપ્ટેમ્બર 2020 રવિવાર
સ્ક્રેપેજ પોલિસીના લાગુ થતાની સાથે દેશની મંદ અર્થવ્યવસ્થાને નવો વેગ મળશે. નવી ગાડીઓની માગ વધવાથી ઓટો મોબાઈલ સેક્ટર ગતિમાં આવશે.
ગ્રાહકોને નવા વાહનો 30 ટકા વધારે સસ્તા મળશે. જૂના વાહનોથી વાયુ પ્રદૂષણમાં 25 ટકાનો ઘટાડો થશે. જ્યારે સ્ક્રેપ સેન્ટર પર મોટા પ્રમાણમાં રોજગાર મળી શકશે.
મીડિયા રિપોર્ટના અનુસાર આ નિર્ણય લગભગ 2.80 કરોડ વાહન સ્ક્રેપેજ પોલિસીના અંતર્ગત આવશે. આ નીતિની સાથે દેશમાં મોટા પાયા પર વાહન કબાડ કેન્દ્રો બનશે. જેનાથી મોટી સંખ્યામા નવા રોજગાર મળી શકશે.
જ્યારે ઓટો મોબાઈલ સેક્ટરને રિસાઈકલમાં સસ્તામાં સ્ટીલ, એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિકના પાર્ટ્સ મળી શકશે. ન્યૂઝ એજન્સીના આધારે સ્ક્રેપેજ પોલિસીને જલ્દી કેબિનેટમાં પાસ કરાશે.
અહીંથી મંજૂરી મળ્યા બાદ તેને લાગુ કરવાની પ્રક્રિયા શરૂ કરાશે. મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે કે મહામારીના સમયમાં સ્ક્રેપેજ પોલિસી અર્થવ્યવસ્થા માટે સંજીવનીનું કામ કરશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mD7Dfm
via IFTTT
Post a Comment