ગુજરાતના 15 જાહેર સાહસોએ રૂા. 2569.84 કરોડની ખોટ કરી


અમદાવાદ, તા. 25 સપ્ટેમ્બર, 2020, શુક્રવાર

ગુજરાત રાજ્યમાં કુલ 77 જાહેર સાહસો છે જે પૈકી 11 જાહેર સાહસો માત્ર ઉર્જાક્ષેત્રમાં કાર્યરત છે. જયારે બાકીના જાહેર સાહસો અન્ય ક્ષેત્રમાં પ્રવૃતમય છે. કેગના રિપોર્ટમાં જાહેર થયુ છેકે, 15 જાહેર સાહસોએ રૂા.2569.84 કરોડની ખોટ કરી છે જયારે 44 જાહેર સાહસોએ 2487.28 કરોડનો નફો કર્યો છે.

ગુજરાતમાં કાર્યરત 77 જાહેર સાહસોમાં રૂા.142880.79 કરોડનુુ રોકાણ છે. આ જાહેર સાહસાનીે અંદાજીત સહાય રૂા.8150,79 કરોડ અને રૂા.9953.83 કરોડ હતી.

કેગના રિપોર્ટમાં ટિપ્પણી થઇ છેકે,  આ કુલ જાહેર સાહસો પૈકી 15 જાહેર ઉપક્રમોએ રૂા.2569.64 કરોડની ખોટ કરી હતી જયારે 15 જાહેર સાહસો રૂા.2569.84 કરોડની ખોટમાં રહ્યાં હતાં. 

કાર્યરત 61 જાહેર ઉપક્રમો પૈકી 39 જાહેર ઉપક્રમોએ તો પાછલા નાણાંકીય હિસાબો રજૂ કર્યા ન હતાં. આ જાહેર ઉપક્રમોના એકથી માંડીના ચાર વર્ષ સુધીના નાણાંકીય હિસાબો બાકી રહ્યાં હતાં.

કેગના અહેવાલમાં એવી ય નોંધ કરાઇ હતી કે, 57 જાહેર ઉપક્રમોમાંથી 47 ઉપક્રમોએ ઓડિટ કરેલા હિસાબો રજૂ કર્યા હતાં. બાકીના 21 ઉપક્રમોએ હિસાબી ધોરણોનુુ ય પાલન કર્યુ ન હતું.  આમ, ગુજરાતના જાહેરસાહસોની ય આિર્થક સિૃથતી ડામાડોળ બની રહી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/369Dka7
via IFTTT

Post a Comment

أحدث أقدم