ઘોડાસરની સોસાયટીના 1310 લોકો માઈક્રો કન્ટેઈનમેન્ટમાં


અમદાવાદ, તા. 22 સપ્ટેમ્બર, 2020, મંગળવાર

મંગળવારે મ્યુનિ.દ્વારા કોરોના કેસની સંખ્યાને ધ્યાનમાં લઈ નવા 12 સ્થળ માઈક્રોકન્ટેઈન્ટ જાહેર કરાયા હતા.જેમાં ધોડાસરની બે સોસાયટીના 318 મકાનમાં રહેતા 1310 લોકોને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવતા વિવાદ સર્જાયો છે.સ્થાનિક સુત્રોમાંથી મળતી માહીતી મુજબ,આ બંને સોસાયટીમાં એટલા એકટિવ કેસ છે પણ નહીં છતાં મોટા પ્રમાણમાં મકાનો માઈક્રોકન્ટેઈન્ટ કરાયા છે.મ્યુનિ.ના હેલ્થ અધિકારીએ આ મામલે મૌન સેવી લેતા પ્રતિક્રીયા મળી શકી નથી.

મ્યુનિ.દ્વારા અગાઉ જાહેર કરવામાં આવેલાં 317 માઈક્રોકન્ટેઈન્ટ એરીયામાંથી ત્રીસમાં પરિસ્થિતિ સુધરતા નિયંત્રણ દુર કરવામાં આવ્યા હતા.મંગળવારે નવા ઉમેરવામાં આવેલા કોરોના સંક્રમિત સ્થળોમાં દક્ષિણ ઝોનના અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના ત્રણ-ત્રણ સ્થળોનો સમાવેશ થાય છે.ઉત્તર-પશ્ચિમના ચાર સ્થળ જયારે ઉત્તર અને પશ્ચિમ ઝોનના એક-એક સ્થળનો સમાવેશ થાય છે.

બોડકદેવમાં ગેલેકસી ટાવર,બાલાજી એવન્યુ અને સેટેલાઈટ ટાવરમાં કોરોના સંક્રમણના કેસ વધતા સંક્રમિત વિસ્તારોને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.સેટેલાઈટમાં આવેલા શેત્રૂંજય ટાવરના એ બ્લોકને કેસની સંખ્યાને ધ્યાનમાં રાખી નિયંત્રિત સ્થળમાં મુકવામાં આવ્યો છે.ઉપરાંત ચાંદખેડાના અનમોલ રેસીડેન્સી અને  ઉત્તરઝોનમાં રીવેરા-51ના સંક્રમિત સ્થળને નિયંત્રણ હેઠળ મુકવામાં આવ્યા છે.

ધોડાસરમાં આવેલા ચંદ્રલોક બંગલોના 153 મકાન અને એમાં રહેતા 658 રહીશો તથા મંગલમૂર્તિ સોસાયટીના 165 મકાન અને તેમાં રહેતા 652 રહીશો મળી કુલ 1310 લોકોને મ્યુનિ.દ્વારા મંગળવારે માઈક્રોકન્ટેઈન્ટ કર્યા છે.સ્થાનિક સુત્રોના કહેવા પ્રમાણે,આ બંને સોસાયટીઓમાં એટલા એકટિવ કેસ નથી.નાયબ આરોગ્ય અધિકારી તેજસ શાહ ફોન ઉપાડવાથી દુર રહેતા પ્રતિક્રિયા મળી શકી નથી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32RT3Zu
via IFTTT

Post a Comment

أحدث أقدم