
અમદાવાદ, તા. 28 સપ્ટેમ્બર 2020 રવિવાર
શનિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ એક ગરીબ પરિવાર સુએજ ફાર્મ ડમ્પિંગ સાઈટ પાસ કચરો વીણી રહ્યો હતો. પરિવારના ચાર સદસ્યો કચરોનું વીણવાનું કામ કરી રહ્યા હતા. ત્યારે આ પરિવારની 12 વર્ષની બાળકી કચરામાં ફસાઈ ગઈ હતી. જેના બાદ તે કચરાના ઢગલા નીચે દબાઈ ગઈ હતી.
આ બાબતની જાણ થતા જ ફાયર વિભાગ તાત્કાલિક ડમ્પિંગ સાઈટ પર પહોંચ્યું હતું. 10 કલાક બાદ પણ આ બાળકીને કચરાના ઢગલામાંથી બહાર કાઢી શકાયા નથી.
ફાયર વિભાગની ટીમ મોડી રાતથી બાળકીને શોધવાનું કામ કરી રહી છે. રાતથી સવાર સુધી બાળકીને શોધવાની કામગીરી કરવામાં આવી હતી. રવિવારે સવાર 9 વાગ્યા સુધી પણ ફાયર વિભાગની ટીમને બાળકીને શોધવામાં સફળતા મળી ન હતી.
આખી રાત સુએજ ફાર્મ ડપિંગ સાઈટ પાસે 12 વર્ષીય બાળકીને શોધવાની કામગીરી ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ગઈકાલ રાતથી જેસીબી દ્વારા ખોદકામ કરી બાળકીને શોધવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી કોઈ માહિતી મળી નથી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2G6qNtF
via IFTTT
إرسال تعليق