વિદ્યાર્થીઓએ સારી રીતે જાણી લેવું જોઈએ કે પરીક્ષા વિના તેમને કોઈ પણ ભોગે ડિગ્રી તો નહીં જ મળે: UGC

કોરોના મહામારીને લીધે દિલ્હી તથા મહારાષ્ટ્ર સરકારે ગ્રેજ્યુએશન કોર્સની ફાઈનલ યરની પરીક્ષાઓ રદ કરી દીધી છે. આ માહિતી સોમવારે સુપ્રીમકોર્ટમાં અપાઈ હતી. યુજીસીએ તેની સામે વાંધો દર્શાવતાં દેશભરમાં વિદ્યાર્થીઓને કહ્યું હતું કે તે પરીક્ષા આપવાની તૈયારી રાખે, એમ ન વિચારે કે મામલો કોર્ટમાં લંબિત છે. વિદ્યાર્થીઓએ સારી રીતે જાણી લેવું જોઈએ કે પરીક્ષા વિના તેમને કોઈ પણ ભોગે ડિગ્રી તો નહીં જ મળે. આ જ કાયદો છે.

ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનોમાં પરીક્ષા અંગે અશોક ભૂષણ, આર.સુભાષ રેડ્ડી અને એમ.આર.શાહની બેન્ચે યુજીસીને પૂછ્યું કે શું સ્ટેટ ઈમરજન્સી મેનેજમેન્ટ ઓથોરિટી યુજીસીના કાયદાની અવગણના કરીને પરીક્ષા રદ કરી શકે કે નહીં? યુજીસી તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે યુજીસીને જ તમામ કોલેજોની પરીક્ષાઓ યોજવા અને તેને સ્થગિત કરવાનો અધિકાર છે. આ અધિકારને રાજ્ય તેની ઈચ્છાથી યુજીસીની સંમતિ વિના પ્રભાવિત ન કરી શકે. મહારાષ્ટ્ર તથા દિલ્હી સરકારે કોરોના મહામારીનો હવાલો આપી દિલ્હી તથા મહારાષ્ટ્રની તમામ કોલેજો-યુનિવર્સિટીઓમાં ગ્રેજ્યુએશન કોર્સની ફાઈનલ યરની પરીક્ષાઓ રદ કરી દીધી છે. તેમને આ મામલે વિસ્તૃત જવાબ દાખલ કરવા વધારાનો સમય આપવામાં આવે. વિદ્યાર્થીઓએ એમ ન વિચારીને રહી જવું જોઈએ કે કેસ સુપ્રીમકોર્ટમાં લંબિત છે એટલે પરીક્ષાનું આયોજન નહીં થાય. તેમણે પરીક્ષાની તૈયારી રાખવી જોઇએ.

યુજીસીએ દેશભરની કોલેજ-યુનિવર્સિટીઓને નિર્દેશ આપ્યો હતો કે તે 30 સપ્ટેમ્બર સુધી ગ્રેજ્યુએશન કોર્સની ફાઈનલ યરની પરીક્ષાઓ આયોજિત કરે. તેને ટોચની કોર્ટમાં પડકારતાં 20થી વધુ વિદ્યાર્થીઓએ કોરોનાનો હવાલો આપી પરીક્ષાઓ રદ કરી અગાઉના રિપોર્ટના આધારે પરિણામ જાહેર કરવાની માગ કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Students should know well that without examination they will not get degree at any cost: UGC


from Divya Bhaskar https://ift.tt/3gQfEKA
via IFTTT

Post a Comment

أحدث أقدم