ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ, રાજસ્થાનમાં પાયલટના સેફ લેન્ડિંગ બાદ ગેહલોતનો U-ટર્ન, કોરોનાની પ્રથમ રસી આવી, રાહત ઈન્દોરીની ચીરવિદાય

જય શ્રીકૃષ્ણ.... આજે જન્માષ્ટમીનો તહેવાર છે. પણ કોરોના મહામારીએ આ ઉત્સવો-તહેવારોની ખુશીઓને ઉત્સાહહિન કરી દીધા છે. ઈતિહાસમાં પ્રથમ વખત એવુ બનવા જઈ રહ્યું છે કે મથુરાથી લઈ દ્વારકા સુધી તમામ મંદિરો ખાલી છે, મુંબઈના માર્ગો પર ગોવિંદા આલા રે...ની ગૂંજ નહીં સંભળાય. લોકો જાહેર માર્ગો પર કોઈ ઉજવણી કરી નહીં શકે. કોરોના મહામારીથી પોતાની જાતને તેમ જ પોતાના પરિવારને બચાવવા માટે વિશેષ સાવધાની રાખવામાં આવી રહી છે. જેની લાંબા સમયથી રાહ જોવામાં આવતી હતી તે કોરોના રસી તૈયાર કરવામાં આવી હોવાની રશિયાએ સત્તાવાર જાહેરાત કરી છે. , આ રાહતભર્યા સમાચાર વચ્ચે દુખદ સમાચાર આવ્યા કે જાણીતા શાયર રાહત ઈન્દોરીનું અવસાન થયુ છે. ચાલો શરૂઆત કરીએ જન્માષ્ટમીથી...
આજે જન્માષ્ટમી, કોરોનાને લીધે મંદિરો ખાલી, દ્વારકા-મથુરાની સીમા સીલ
આજે સમગ્ર દેશમાં ભગવાન કૃષ્ણના જન્મ ઉત્સવની ઉજવણી થશે. પણ કોરોનાને લીધે જાહેર ઉત્સવ તથા મટકી ફોડ જેવા કાર્યક્રમોનું આયોજન નહીં થાય. મંદિરોમાં પણ ભક્તોને કૃષ્ણ જન્મોત્સવ જોવા નહીં મળે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ મથુરા તેમ જ રાજધાની દ્વારકામાં ઈતિહાસમાં સૌ પ્રથમ વખત જન્માષ્ટમી કાર્યક્રમોમાં ભક્તો ભાગ લઈ શકશે નહીં. એટલે કે મંદિર ભક્તો વગર સૂના હશે. કોરોના મહામારીને લીધે સાવચેતીના પગલારૂપે આ બન્ને જિલ્લાની સીમાને સીલ કરી દેવામાં આવી છે. બહારની કોઈ પણ વ્યક્તિના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મંદિરોમાં ફક્ત પૂજારી તથા સુરક્ષા કર્મચારીઓ જ જન્મોત્સવની ઉજવણી કરશે
રસી શોધવાની સ્પર્ધામાં રશિયાએ બાજી મારી, રસી તૈયાર કર્યાંની જાહેરાત કરી
કોરોના મહામારીનો સામનો કરી રહેલા માનવજાત માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. રશિયાએ કોરોના વાઈરસની રસી બનાવી લીધી છે. રાષ્ટ્રપતિ પુતિને આ અંગે જાહેરાત કરી છે. પહેલી રસી તેમની દિકરીને આપવામાં આવી છે. Gam-Covid-Vac Lyo નામથી ઓળખાતી આ રસીને રશિયાના આરોગ્ય મંત્રાલય તથા નિયમનકારી સંસ્થા તરફથી મંજૂરી મળી ગઈ છે. આ સાથે એવી પણ માહિતી આવી રહી છે કે આ રસી સૌથી પહેલા ફ્રન્ટલાઈન મેડિકલ વર્કર્સ, ટીચર્સ તથા જોખમ ધરાવતા લોકોને આપવામાં આવશે.
શાયરીની દુનિયામાંથી રાહત ઈન્દોરીની ચીરવિદાય
જાણીતા શાયર રાહત ઈન્દોરીનું દુખદ અવસાન થયુ છે. તેઓ કોરોના પોઝિટિવ થયા અને ત્યારબાદ કાર્ડિએક એરેસ્ટને પગલે સાંજના સમયે તેમના મૃત્યુના સમાચાર આવ્યા હતા. તેમની ચીરવિદાયને લીધે સાહિત્ય જગત તથા ફિલ્મ ઉદ્યોગ બન્ને ક્ષેત્રમાં ઉદાસિનતા છવાઈ ગઈ હતી. શાયરી ઉપરાંત ફિલ્મો સાથે પણ રાહત ઈન્દોરીનો ગાઢ સંબંધ રહ્યો છે. મુન્નાભાઈ MBBS, મીનાક્ષી, ખુદ્દાર, નારાજ, મર્ડર, મિશન કાશ્મીર, કરીબ, બેગમ જાન, ઘાતક, ઈશ્ક, જાનમ, સર, આશિયાં અને તેના આશિક જેવી ફિલ્મોમાં ગીત લખ્યા હતા.
પાયલટના સેફ લેન્ડિંગ બાદ ગેહલોતનો U-ટર્ન
રાજસ્થાનના રાજકારણમાં જે ઉથલ પાથલ સર્જાઈ હતી તેને હાલ પૂરતી બ્રેક લાગી છે. રાહુલ તથા પ્રિયંકા ગાંધી સાથેની મુલાકાત બાદ સચિન પાયલટ કૂણા પડ્યા છે અને સ્પષ્ટતા કરી છે કે તે કોંગ્રેસ નહીં છોડે.પાયલટ માટે નકામા, ગદ્દાર જેવા અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરનાર મુખ્યમંત્રી અશોક ગેહલોતે હવે U-ટર્ન લીધો છે. તેમણે કહ્યું છે કે જે નારાજ છે તેમના હૃદય જીતવાનો પ્રયત્ન કરીશ.
આજનો દિવસ કેવો રહેશે, શુ છે રાશિફળ તે જાણો
12 ઓગસ્ટ, બુધવારના દિવસે તિથિ, ગ્રહ તથા નક્ષત્રથી મળીને સર્વાર્થસિદ્ધ યોગ બનશે. આ ઉપરાંત વૃદ્ધિ નામનો વધુ એક શુભ યોગ દિવસભર રહેશે. આ શુભ યોગના પ્રભાવથી મેષ, કર્ક, સિંહ, વૃશ્ચિક, ધન, મકર, કુંભ તથા મીન રાશિવાળા લોકોને નોકરી તથા કારોબારમાં ગ્રહોનો સાથ મળશે. અટકી પડેલા કાર્યો પૂરા થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Today is the birth anniversary of Lord Krishna, Gehlot's U-turn after the pilot's safe landing in Rajasthan, Corona's first vaccine came and Rahat Indore's farewell


from Divya Bhaskar https://ift.tt/3agZRSq
via IFTTT

Post a Comment

أحدث أقدم