PoKમાંથી પાક. સરકાર ગેરકાયદે કબજો છોડે : સ્થાનિકોમાં વધતો વિરોધ


મુઝફ્ફરાબાદ, તા. 22 ઓગસ્ટ, 2020, શનિવાર

પીઓકેમાં પાકિસ્તાન સરકારનો વિરોધ સતત વધતો જાય છે. સૃથાનિક લોકો પીઓકેમાંથી ગેરકાયદે કબજો છોડવાની પાકિસ્તાન સરકાર સમક્ષ માગણી કરી રહ્યા છે. એક સામાજિક કાર્યકરે પાકિસ્તાનના રાષ્ટ્રીય ચિહ્નો દૂર કરવાની માગણી સાથે ભૂખ હડતાલ કરી હતી. દદયાલ વિસ્તારમાંથી એ કાર્યકરે પાક.નો ઝંડો પણ હટાવી લીધો હતો.

પીઓકેમાં સામાજિક કાર્યકર અને પત્રકાર તનવીર અહેમદે પાકિસ્તાન સરકાર સામે ભૂખ હડતાલ શરૂ કરી હતી. પીઓકે ઓથોરિટી સામે તેણે માગણી મૂકી હતી કે પીઓકેમાં પાક. સરકાર ગેરકાયદે કબજો છોડી દે. સામાજિક કાર્યકર અને તેના સમર્થકોએ માગણી કરી હતી કે પીઓકેમાંથી પાકિસ્તાન તેનો ઝંડો અને રાષ્ટ્રીય ચિહ્નો પણ હટાવી દે. કારણ કે પાકિસ્તાને પીઓકેમાં ગેરકાયદે કબજો જમાવ્યો છે.

સામાજિક કાર્યકર્તાએ દદયાલ વિસ્તારમાંથી પાક.નો ઝંડો ઉતારી લીધો હતો. એ પછી સૃથાનિક ઓથોરિટીએ તેની અટકાયત કરી હતી. પીઓકેમાં તનવીરને જમીન પર ઢસડીને લઈ જવાતો હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો. પોલીસ જવાનોએ તેની સાથે બર્બર વર્તન કર્યું હતું.

પીઓકેમાં પાક.ને કબજો હટાવવાની માગણી કરતા તનવીર અહેમદે કહ્યું હતું કે તેણે પાકિસ્તાનનો ઝંડો ઉતારી લીધો તે પછી તેના ઉપર જીવનું જોખમ ખડું થયું છે. છેલ્લાં દિવસામાં પાક.માંથી તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી છે.

પીઓકેના નાગરિકોમાં પાકિસ્તાનનો વિરોધ વધતો જાય છે. પીઓકેમાંથી પાક. સરકાર કબજો મૂકે તેવી માગણી સતત  વધતી જાય છે. સૃથાનિક લોકો વિરોધમાં દલીલ કરે છે કે પાકિસ્તાને પીઓકેમાં ગેરકાયદે કબજો જમાવ્યો હતો એટલે પાક. સરકારે આ જમીનમાંથી ચાલ્યા જવું જોઈએ.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hpaqWr
via IFTTT

Post a Comment

أحدث أقدم